ઉપજ

આ વૃક્ષ ૧૦ થી ૧૫ વર્ષની ઉંમર દરમ્યાન ૨૦૦ નંગથી ૪૦૦ નંગ સુધીના ફળ(બીલા) આપે છે. જ્યારે ૪૦ થી ૫૦ વર્ષ દરમ્યાન ૮૦૦ થી ૧૦૦૦ નંગ સુધીના ફળ આપે છે. આ ઉપરાંત વૃક્ષની ઘટા તથા પર્ણોના વિકાસ પ્રમાણે કેટલાક પ્રમાણમાં પાન (બીલી પત્ર) પણ ઉતારી શકાય છે. પ્રતિ વૃક્ષ, પ્રતિ વર્ષ (વૃક્ષના વિકાસ પ્રમાણે ૫ વર્ષ બાદ) સરેરાશ ૧ થી ૨ ક્વિન્ટલ (૧૦૦ થી ૨૦૦ કિલો) લીલાપાન વૃક્ષના વિકાસને નુકશાન  સિવાય ઉતારી શકાય છે.