ફળ / ફૂલ / આવક

ડિસેમ્બર-જાન્યુઆરીમાં મહત્તમ ઠંડીના સમયે, કળી ફાટી પુષ્પ બહાર આવે છે. પુખ્ત ફળ એપ્રિલમાં તૈયાર થાય છે. બીજથી તૈયાર કરાયેલ રોપ ૭ થી ૮ વર્ષે, જ્યારે કલમી છોડ ૪ થી ૫ વર્ષે ફળ આપતો થાય છે. વૃક્ષ પરીપક્વ થતું જાય તેમ ફળોનું કદ વધે છે, પર્ણો ખરવાની અને ફળનો રંગ બદલવાની શરૂઆત થાય ત્યારે ફળોની વીણી કરવામાં આવે છે. વૃક્ષ ફળો પાકવાના સમયે લગભગ પર્ણવિહિન બની જાય છે.