વાવેતર / સંવર્ધન

સામાન્ય રીતે બીજથી વાવણી થાય છે. ઉપરાંત એક-બે વર્ષના તંદુરસ્ત મૂળ કાંડ ઉપર જૂન માસમાં આંખ કલમ અથવા ટી બડીંગ પણ કરી શકાય છે. આમાં કેટલીક વખત બિનઉત્પાદક મોટા વૃક્ષને નવ પલ્લવિત કરવા માર્ચ માસ દરમ્યાન ૧ મીટર ઉંચાઇએ કરવતીથી કાપી, બાજુમાંથી નીકળતા પીલા પર જૂન માસમાં આંખ કલમ દ્રારા જોઇતી જાતનો છોડ તૈયાર કરવાની પધ્ધતિ અપનાવી, જોઇતા રોપ મેળવવાનો સમય ટૂંકાવી શકાય છે. આને ટોપ વકિઁગ કહે છે. ઉપરાંત ઝાડના થડના નીચેના ભાગે થી જમીન માંથી પીલા નીકળે છે. જેનાથી પણ આનું સંવર્ધન શક્ય છે.