વર્ણન
બિલ્વનું વૃક્ષ સાત થી નવ મીટરની ઊંચાઇનું થાય છે. તેનાં પાનને ત્રણ પર્ણિકાઓ હોય છે. પાનને ચોળવાથી એક વિશિષ્ટ પ્રકારની સુગંધ આવે છે. ફળ દડા જેવાં ગોળ કે થોડા લંબગોળ હોય છે. ફળનું બાહ્ય પડ લાકડા જેવું સખત તથા લીસું હોય છે. ફળ રંગે આછુ લીલું હોય છે. પરંતુ તે પાકતાં આછો પીળો અથવા કથ્થાઇ રંગ પકડે છે. જંગલી બિલ્વનાં ફળ નાનાં હોય છે. જ્યારે ખેતી લાયક જાતોનાં ફળ મોટાં હોય છે. મે મહિનામાં તેને ફૂલ આવે છે. ફળ ડિસેમ્બરમાં આવે છે. તથા માર્ચ-એપ્રિલ સુધીમાં તે પાકે છે. ઉષ્ણ કટિબંધમાં તે વર્ષમાં બે પાક પણ આપે છે.
બીલી/બીલા