પ્રાસ્તાવિક

આ અગત્યનો ઔષધિય ફળ પાક છે. પરંતુ વૃક્ષના ભાગો અને ફળમાંના વિશિષ્ટ રોગ નિવારક ગુણોના કારણે તેને મહત્વનું ઔષધિય વૃક્ષ માનવામાં આવે છે. તેના પાન શંકર ભગવાનને પુજામાં ચઢાવાતા હોઇ તે ધાર્મિક અગત્યતા પણ ધરાવે છે. ફળથી બનાવેલ પીણું ઉનાળામાં ઠંડક માટે પણ સારા પ્રમાણમાં વપરાય છે. પધ્ધતિસર ઘનિષ્ઠ ખેતી અથવા શેઢેપાળે ઉછેર માટે આર્થિક રીતે ઘણું જ ફાયદાકારક વૃક્ષ છે.