પ્રાસ્તાવિક

દિવ્યૌષદ્યિ અને મહૌષદ્યિ ના નામે વખણાતી બ્રાહ્મી તેનો ટુક્ડો વાવવાથી પણ ઊગી નીકળે છે ગાંઠ કે રોપાથી તેનો ઉછેર કરી શકાય છે. તેના પાન કિડની જેવા આકારના  હોય છે અને તેના મૂળમાંથી એકસાથે અનેક પાન નીકળે છે. દેખાવે તે ઉંદરકની જેવી હોવાથી બ્રાહ્મીમાં તેના (ઉંદકનીના) પંચાંગ નું મિશ્રણ (ભેળસેળ) કરવામાં આવે છે. તેના પાન ૧.૫ થી ૨ ઇંચ જેટલાં લાંબા હોય છે. બ્રાહ્મીનો આખો વેલો (પંચાંગ) ઉપયોગી છે. છાંયાવાળા વિસ્તારમાં ખુબજ સારી રીતે ઊગી નીક્ળે છે. તેથી આંતરપાક માટે સારી શક્યતા ધરાવે છે.