પ્રાસ્તાવિક

વરસાદમાં ખેતર/વાડીના શેઢેપાળે, આપમેળે અનેક વિસ્તારોમાં ઉગી નીકળતા આ વેલાઓ કૌંચા, કુવચ અને ખાજવણી કે ભૈરવસિંગ નામે ઓળખાય છે. પરંતુ કૌંચા બીજના ઉંચા ઔષધિય મુલ્ય તથા જાતીય પ્રજજન શક્તિ માટે અત્યંત વીર્યવર્ધક ઔષધ ગણાતું હોઇ નિયમિત ખેતી માટે સારી શક્યતા ધરાવે છે. ખાસતો વિવિધ વિસ્તારોમાં શેઢેપાળે, વાડના વેલા તરીકે ઉછેરાય તો વધારાની પુરક આવકનો મહત્વનો પાક થઇ શકે તેમ છે. કૌંચાની ઓછી રૂંવાટીવાળી જાત મીઠી-કૌંચા પણ છે. જેને સંબંધીત માહિતી નીચે પ્રસ્તુત છે.