પ્રાસ્તાવિક

સૂકા વિસ્તારોમાં ખેતરનાં શેઢેપાળે, પડતર જમીનો, જંગલના ખુલ્લા ભાગોમાં લગભગ બારેમાસ પુષ્પ સાથે જોઇ શકાતો, જમીન પર પથરાયેલ આ છોડ જોવા મળે છે. જુદી જુદી જાણીતી લગભગ તમામ આયુર્વેદિક ફાર્મસીઓ દ્રારા મુખ્યત્વે યાદશક્તિ માટે અને અન્ય દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. ખેતી પધ્ધતિ પ્રમાણમાં સરળ અને ઓછી ખર્ચાળ છે. શેઢેપાળે બે-ત્રણ હારમાં ઉછેર કરીને પણ સારી એવી પૂરક આવક શક્ય છે.