કાપણી અને સંગ્રહ

છોડ ઉપર ફુલ આવવાની શ~આત થાય ત્યારે લગભગ ૯૦ થી ૧૦૦ દિવસે પ્રથમ કાપણી કરવી. છોડની કાપણી જમીનથી ૧૫  થી ૨૦ સેમી ની ઉંચાઇથી દર બે થી અઢી માસનાં અંતરે કરવી. કાપેલા છોડને જગ્યા પર જ ૪-૬  કલાક સુકાવા દેવાથી ભેજ/વજન ઘટે છે. તુલસીનાં કાપેલા લીલા છોડ માંથી નિસ્યદંન ક્રીયા દ્રારા તેલ છુટું પાડવામાં આવે  છે. સામાન્ય રીતે તડકાવાળા દિવસે કાપણી કરવાથી તેલનું ઉંચુ પ્રમાણ જળવાય છે. વરસાદ પછી તુરંત કાપણી કરવી હિતાવહ નથી.