વાવવાની પધ્ધતિ

દશ થી પંદર સે.મી. ઉંચાઇનું સારું તંદુરસ્ત ધરુ રોપણી માટે પસંદ કરવું. જુનના અંતમાં કે જુલાઇ મહિનાની શરૂઆતમાં ધરૂને ખેંચીને ૪૫ સે.મી × ૬૦ સે.મી. ના અંતરે ફેર રોપણી કરવી. અમુક લોકો આ અંતર ૪૦×૪૦, ૪૦×૫૦, ૫૦×૩૦ સે.મી. રાખે છે. વાદળછાયું કે હળવા વરસાદી ઝાપટાવાળું વાતાવરણ રોપણી માટે વધુ અનુકૂળ આવે છે. જ~ર હોય તો રોપણી બાદ તુંરત જ પાણી આપવું.