વર્ણન

છોડ અનેક શાખાઓ વાળો તથા છ થી આઠ ફૂટ ઊંચો થતો હોય છે. અરડૂસીના પાન, પહોળાં તથા છેડા તરફ સાંકડા થતાં જાય છે. પાન પીળાશ પડતાં લીલા અથવા ગાઢા લીલા રંગનાં તથા ઉપરની સપાટીએ લીસાં તથા નીચેની સપાટીએ થોડાં બરછટ હોય છે. સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બર માસમાં સફેદ, જાંબલી અથવા ગુલાબી રંગનાં ફૂલ આવે છે.