સાવચેતી

ડોડીના વેલાને વર્ષમાં બે વાર, ચોમાસા પછી અને ચોમાસા પહેલાં છાંટણી કરી પાક લેવો જોઇએ. છાંટણી કરતી વખતે મુખ્ય થડથી અડધા ફૂટના અંતરેથી જ છંટણી કરવાથી ફૂટવાનો વધુ અવકાશ પ્રાપ્ત થાય. છાંટણી કર્યા બાદ તુર્ત જ પાણી આપવું હિતાવહ છે. પાણી સાથે, એન.એ.પી. યુક્ત દ્રાવણ કે બે કિલો યુરીયાનું મિશ્રણ જ~ર હોય તો આપવું. ડોડીની વેલને ઉપરથી વારંવાર કાપવામાં આવે તો સુકાઇ જવાની શક્યતા રહેલી છે. તેથી કાપણી ત્રણવાર ત્રણ થી વધુ ન કરવી તથા કાપણી બાદ જરૂરી પોષણ મળે તે જોવું.