સામાન્ય રીતે ડોડીનું વર્ધન કટકા કલમથી કરવામાં આવે છે. કટીંગમાં ઓછામાં ઓછી બે આંતરગાંઠ હોવી આવશ્યક છે. જે પૈકી એક આંતરગાંઠ માટી-ખાતરના મિશ્રણથી ભરેલ ૨૦×૨૦ સે.મી.ની પોલીથીન બેગમાં માટીની સપાટીથી ૧”થી ૨” અંદર જવા દઇને અને બીજી આંતરગાંઠ માટીની સપાટીથી ૧” થી ૨” ઉપરના ભાગે બહાર રહેવા દઇ વાવેતર કરવું તથા ઉપરના ભાગે આડો કાપો ધારદાર ચપ્પાથી મુકવો ત્યારબાદ તે કાપ ઉપર માટી-છાણનું મિશ્રણ ચોપડી દેવું. બાદ તેને પાણી આપવું. દિવસમાં બે વાર પાણી આપતા લગભગ ૨૦ થી ૨૨ દિવસમાં તેમાં ફૂટ આવવાની શ~ થાય છે. વિશેષ કાળજી એ લેવી કે કટીંગ લાવ્યા પછી તે જ દિવસે વાવેતરથી પરિણામ સારૂ મળે છે. બીજા દિવસે રોપવાથી પરિણામ સારૂ મળતુ નથી. કટીંગ શક્ય તેટલા જલ્દી વાવવા હિતાવહ છે. વિલંબ નુકશાનકારક છે.
ઉછેર
ડોડી-જીવંતી