ઔષધિય મહત્વ
ગુગળનો ઉપયોગ આયુર્વેદિક રીતે સંધિવા, મેદવૃધ્ધિ, સોજા ને કોલેસ્ટરોલની સારવારમાં મુખ્યત્વે થાય છે. બે ડઝનથી વધુ અગત્યની આયુર્વેદિક દવાઓમાં, વર્ષોથી ગુગળ મુખ્ય ઘટક કે અન્ય ઘટકો સાથે વપરાય છે. અને ગુગળના અન્ય અસરકારક વિકલ્પનો ઉપયોગ હજી શક્ય બનેલ નથી. આથી સારી ગુણવત્તાવાળા ગુગળની માંગ રહે છે. આ ગુંદર સાંધાઓના દુ:ખાવ, સોજા તેમજ આંખમાંથી નીકળતા સ્ત્રાવો માટે વપરાય છે.
ગુગળ