મર્યાદા

પાંચ વર્ષે છોડ પરથી ફકત એકજ વખત માવજત / જમીન આધારીત ૧૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલો ગુગળ મળે છે. ગુંદર મેળવ્યા બાદ છોડ સુકાઇ જાય છે. તેથી ખેતીલાયક જમીનમાં મુખ્ય પાક તરીકે આ જાત લઇ શકાય નહીં  પરંતુ ઓછા વરસાદ, પડતર, ખરાબા, ઢોળાવો માટે ધણી અનુકૂળ જાત છે. અને સારી પૂરક આવક આપી શકે છે. દેશમાં તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ઘટતું જાય છે. તેથી તેનું મહત્વ તથા તેનાં ભાવ ખૂબ ઝડપથી વધે છે.