ગુંદરની ઉપજ

છોડ લગભગ ૪ થી ૫ વર્ષના ગાળે પૂર્ણ વિકસીત થાય છે. અને ત્યારે તે ગુગળ ગુંદર મેળવવા યોગ્ય ગણાય છે. આ સમયે તેના થડની જાડાઇ ૫ સે.મી વ્યાસ જેટલી હોવી જોઇએ. ગુગળમાંથી ગુંદર મેળવવા લગભગ ફેબ્રુઆરી માસના બીજા અઠવાડીયામાં અંગ્રેજી  (A) આકારનો કાપો અથવા ૫ સે.મી ના અંતરે બે કાપા,  રાંપી જેવા ધારદાર હથિયારથી મુકવામાં આવે છે. છોડ ઉપરથી તાજા વિણેલા ગુંદરના ચોથા ભાગના દ્રાવણમાં હથિયારની ધાર બોળી કાપ મૂકવાથી તે ઉદ્દીપન/ઉત્સેચક જુંવું કામ કરે છે. લગભગ આઠ થી દશ દિવસે કાપામાંથી ગુંદર ઝરવાનો શ~ થાય છે. જે થડ પર બાંધેલા નાળિયેરની કાચલી કે પ્લાસ્ટિકના ટુકડા પર એક્ઠો થાય છે, જેથી અશુધ્ધિ ભળતી નથી અને ગુણવત્તા સચવાય છે. સુંગધી ઔષધી સંશોધન કેન્દ્ર, આણંદ ખાતે પ્રયોગ દરમ્યાન ઇથરેલ (૪૦ટકા) ના ૦.૫ મી.લી. પ્રવાહીને ૪.૫ લીટર પાણીમાં ઓગાળીને કાપો મૂકવાના ૨૪ કલાક પહેલા આપવાથી  ઉત્પાદનમાં વધારો હતો.