વાવેતર

ગુગળ નું વર્ધન બીજ, કટકા તેમજ ગુંટી કલમ દ્રારા (વાનસ્પતિક) થાય  છે.  બીજથી ઉછેર ઘણો ધીમો થાય છે. તેમજ વાવેતર પણ કરાય છે. તે રણ અથવા તેના જેવા પથરાળ, રેતાળ અને ઉષ્ણપ્રદેશોમાં થાય છે. કચ્છ, રાજસ્થાન, સૌરાષ્ટ્રમાં એનું વાવેતર કરાય છે. ગુજરાતમાં મહિ નદીના કોતરોમાં કુદરતી રીતે ઊગે છે.