ઔષધિય મહત્વ

તેના છોડનાં તમામ ભાગો, પાનનો સુકો રસ, માવો અને મૂળ સહિત ખુબ ઉપયોગી  છે.  એલાઇન તત્વ (એળીયો) રેચક  છે.  તેના રસ (જેલ) નો  ઉપયોગ સૌદર્ય પ્રસાધનો માં ખુબ વધ્યો  છે.  ચામડી   માટે કુદરતી ટોનીક  છે. શુષ્કતા દૂર કરે  છે.   આથી  ક્રીમ,  લોશન,  શેમ્પૂમાં પણ  દેશમાં/પરદેશ માં  વપરાય છે.વપરાશ ખુબ વધી રહ્યો છે.  પર્ગેટીવ તરીકે પણ વપરાય છે. તેનો માવો મૂળ સાથે, શરદી અને કફ માટે વપરાય છે. પાઇલ્સ ની દવા તરીકે તેમજ ગોનોરીયામાં ઉપયોગી છે. લીવરની કાર્યક્ષમતા વધારે છે. વાગવાના ડાઘ, દાઝ્યા ઉપર ખુબ ઉપયોગી ગણાય છે.  લીવર - બરોળના રોગોનું મહત્વનું ઔષધ છે. દાઝ્યા પર ઠંડક માટે, ઝડપી ~ઝ માટે તથા નિશાન દૂર કરવા ઉત્તમ  છે. કબજીયાત,  એસીડીટી (દાહ), ગેસ જેવા દર્દો               ઉપરાંત  કુશળ  વૈદ્યો, લીવર નો  સોજો,  સારણગાંઠ, હાઇડ્રોસીલ, જલંધર, ડાયાબીટીસ, પાઇલ્સ, થાઇરોઇડ તથા ચામડીના રોગોમાં પણ તેનો બહોળો ઉપયોગ કરે છે. આમ અનેકવિધ ઉપયોગ હોઇ ખુબ મહત્વનું ઔષધ ગણાય છે. કામળો, જૂની કબજીયાત, અરુચિ (ભુખ ન લાગવી), પેટનો આફરો(ગેસ) અને યકૃતના રોગો માટે ઉત્તમ ઔષધ છે.