વિવિધ જાતો

(૧) એલો  વેરા  

(૨) એલો  ઇન્ડીકા

(૩) એલો રૂપસેંસ

(૪) એલો લીટ્ટોરેટીક્ષ

(૫)એલો એબિસિનીકાઅને

(૬) એલો.ફીરોક્સ જેવી ૬ જાતો જોવા મળે છે.

જે પૈકી લીટોરેટીક્ષ તથા એબિસીનીકાનું વાવેતર ગુજરાતમાં જોવા મળે છે. ને કડવા તથા મીઠા કુંવારપાઠા તરીકે ઓળખે છે. (જોકે દરેક કુંવારપાઠું થોડા અંશે તો કડવું હોય છે, તેથી ઓછી કડવી જાત મીઠા કુંવારપાઠા તરીકે ઓળખાય છે.) ફીરોક્ષજાત આફ્રીકામાં જોવા મળે છે. જે ૭ થી ૮ ફૂટ સુધી ઉંચી થઇ શકે છે. મદ્રાસ-રામેશ્ર્વરના સમુદ્ર કિનારે એલોઇન્ડીકા થાય છે. જાફરાબાદી કુંવાર તરીકે ઓળખાતી જાત જામનગર જીલ્લામાં અને ખંભાતના ખાડી વિસ્તારોમાં જોવા મળે છે.