કાપણી અને સંગ્રહ
છોડના પાનની ઉંચાઇ, એક વર્ષે જમીન અને જાત પ્રમાણે ૪૦ થી ૬૦ સે.મી. અને બીજા વર્ષે ૯૦ થી ૧૨૦ સે.મી. થાય છે. ઉંચાઇનો આધાર જાત, જમીન, માવજત પર હોય છે. સારી વૃધ્ધિ બીજા કે ત્રીજા વર્ષે થઇ રહે ત્યારે મૂળ છોડના આજુબાજુ ૩ થી ૫ નાના પીલાં (બચ્ચા) નીકળે છે. ત્યારબાદ સતત જુના મોટા લીલા રસદાર પાન ચૂંટી લીલા જ વેચાય છે. કાપણી વર્ષમાં બે થી ચાર વાર, માવજત આધારીત કરી શકાય. પ્રતિછોડ પ્રતિવર્ષ શ~આતમાં ૩ થી ૪ કિલો અને ત્યારબાદ ૬ થી ૮ કિલો સુધી લીલાપાન, સારી માવજત હોય તો મળે છે.
કુંવારપાઠુ