પ્રાસ્તાવિક

કુંવારપાઠા જેવી, નકામી જાતની તે વળી ખેતી હોય ? તેમ માનતા લોકોને જાણીને આશ્ર્ચર્ય થશે કે કુંવારપાઠાનો રસ ચામડી પર નવા કોષો બનાવવામાં મદદ, ચહેરાની ક્રાંતિમાં વધારો કરવાના ગુણને કારણે, હાલ અનેક સુંદરતા વર્ધક ક્રીમો/ લોશનમાં વપરાય છે. આથી કુંવારપાઠાના લીલા પાન માટે મોટી માંગ છે.માંગ વધી રહી છે. પ્રગતિશીલ ખેડુતો નબળી જમીનોમાં પણ આકર્ષક કમાણી કરી શકે તેમ છે. આ જાત સહેલાઇથી ખેતીનો પાક બની શકે તેમ છે. શેઢે-પાળે ઉછેર માટે અને ધોવાણ અટકાવવા પણ ઉપયોગી છે. છેલ્લા ૨-૩ વર્ષમાં દેશના વિવિધ પ્રદેશો અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આની ખેતીની શ~આત થઇ છે. કુંવારપાઠાનો ઉપયોગ ભારતમાં ઇસુ પુર્વે ચારસો વર્ષથી દવા ~પે થતો હોવાનું જાણવા મળે છે. દુનિયાના અનેક દેશો માં પણ વર્ષો થી વપરાય છે. તાજેતરમાં ફરી તેનું મહત્વ નવેસરથી ધ્યાને લઇ વધુ સંશોધનો અને ઉપયોગો થવા લાગ્યા છે. તેનું ઉત્પતિસ્થાન ખાત્રી સાથે કહી શકાતું નથી કેમ કે સદીઓથી વિષુવવૃત/કર્કવૃતના અમુક ભાગો અને હુંફાળા-ગરમ અમુક વિસ્તારોમાં કુદરતી રીતે જ મોટા પ્રમાણમાં ઉગે છે.