છોડનો પરિચય
સામાન્ય રીતે ૨૫ થી ૪૦ સે.મી. ઉંચાઇ અને વધારે શાખાઓ ધરાવતા આ છોડના પાન ધેરા લીલા રંગના, પુષ્પ નાનું,પીળું અને ફળ લીલા રંગના નાના વટાણા જેવડું હોય છે, જે સુકાતા કલર બદલાય છે. મૂળ ૧૦ થી ૨૦ સે.મી. લાંબા સરેરાશ ૧.૫ સે.મી..જાડા હોય છે. મૂળ મજબૂત, માંસલ, તથા રંગે સફેદ પડતા બદામી રંગના હોય છે. પાંદ લંબગોળ તથા એકસરખી કિનારીવાળા હોય છે. ફળ નાનાં, ગોળ લીસાં, પાકે ત્યારે નારંગી-લાલ રંગના તથા પુષ્પકોશથી આચ્છાદિત હોય છે. બીજ રંગે પીળાં તથા મૂત્રપિંડ (કિડની) આકારનાં હોય છે.
અશ્વગંધા