કાપણી અને સંગ્રહ

પાક લગભગ ૧૦૦ દિવસમાં તૈયાર થાય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં બધા પાન પીળા પડી સુકાઇ જાય, ત્યારબાદ પણ એકાદ માસ મૂળ જમીન માં સુકાવા દેવા જેથી વધારાનો ભેજ સુકાઇ મૂસળી પાકી જાય. ત્યારબાદ કોદાળી વડે ખોદી કાઢવી જેથી સહેજ મસળતા છાલ સહેલાઇથી દૂર થઇ શકે છે. મૂસળી ને તેના વજન જેટલી સૂકી માટી ભેળવી ને અથવા હવા ની અવરજવર શક્ય બને તેવી કાણા વાળી કોથળીમાં ઠંડી જ્ગ્યામાં સંગ્રહ કરી શકાય છે. અથવા માર્ચ-એપ્રિલ સુધી જમીનમાં ખોધ્યા વગર રાખીને પણ સંગ્રહ થઇ શકે છે. અને ગુણવત્તાને થતુ નુકશાન અથવા બગાડ અટકાવી શકાય છે.