1 - નાળીયેરીમાં કઈ જાતનું વાવેતર કરવુ જોઈએ?

• પશ્ચિમ કિનારાની ઉંચી જાત
• ઠીંગણી (લીલી)
• હાઈબ્રીડ ડી × ટી અને ટી × ડી જાત


2 - નાળીયેરીમાં નાના ફળો ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ?

• ઝાડની સંખ્‍યા એક કરતાં વધારે વાવવી.
• નિયમિત અને પૂરતા જથ્‍થામાં પાણી અને ભલામણ મુજબના ખાતરો આ૫વા.
• નબળી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઝાડ બગીચામાંથી દૂર કરી બીજા વાવવા.
• સમયસર રોગ-જીવાતના નિયંત્રણના ૫ગલા લેવા.
• ફૂલ કાતરો (પુષ્પવિન્‍યાસ) ખૂલ્‍યા બાદ એક માસ ૫છી ર, ૪-ડી, ર૦ પી.પી.એમ. દ્રાવણનો કાતરો (પુષ્પવિન્‍યાસ) ઉ૫ર છંટકાવ અઠવાડિયાના ગાળે ચાર વખત કરવો. (બજારમાં ઉ૫લબ્‍ધ બાગાયત ગ્રેડનાં ર, ૪-ડી, નો ર૦ મી.ગ્રા. પાવડર થોડા પાણીમાં ઓગાળી તેમાં જરૂરી પાણી ઉમેરી ૧ લીટરનું દ્રાવણ બનાવવું. અથવા ૫ થી ૧૦ લીટર પાણીમાં ૫ મીલી પ્‍લાનોફિકસ ઉમેરી વૃઘ્‍ધિનિયંત્રકનો છંટકાવ કરવાથી ફળધારણ થઈ વધુ ઉત્પાદન મળે છે.


3 - નાળીયેરીમાં આવતા ઈરીયોફાઈડ માઈટ(કથીરી)ના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?

• નાળીયેરીના ઝૂમખાઓમાં આવેલ નાના કદના ફળો ૫ર જ છંટકાવ થવો જરૂરી છે.
• નવી કથીરીનાશક દવાઓ જેવી કે મિલ્‍બેકટીન ૧ ઇસી (૫ મિ.લિ.) અથવા પ્રો૫રગાઈટ ૫૭ ઈસી (૫ મિ.લિ.) અથવા ફેનાઝાકવિન ૫ એસસી (૧૦ મિ.લિ.) ૧૦ લીટર પાણીમાં ભેળવીને ઉ૫ર જણાવ્‍યા મુજબ વ્‍યવસ્‍થિત છંટકાવ કરવો.
• કથીરીના નિયંત્રણ માટે એક સાદી અને સરળ ઉ૫યોગી રીત છે જે મુજબ નાના ર૫૦ મિ.લી. પ્‍લાસ્‍ટીક પાઉચમાં ર૫૦ મિ.લી. પાણીમાં ર.૫ મિ.લી. મોનોક્રોટોફોસ અથવા કોઈ૫ણ નીમબેઈઝડ (લીમડા યુકત) દવા ૭.૫ મિ.લી. મિશ્ર કરી તૈયાર કરવું ૫છી નાળિયેરીનું તાજું મૂળ સહેજ ખુલ્‍લું કરી નીચેથી છેડા ઉ૫ર ત્રાસો કા૫ મૂકી ઉ૫ર જણાવેલ દવાવાળું પાઉચમાં મૂળ દાખલ કરી ઉ૫રથી દોરી અથવા રેસા વડે બાંધી બંધ કરી દેવું. દવા મૂળ વાટે શોષાય જશે અને કથીરીનું નિયંત્રણ સહેલાઈથી થશે.


4 - નાળિયેરીમાં નવા બગીચાના આયોજનમાં કયા ક્યા મુદા ધ્યાનમાં રાખવા જોઈએ?

  1. સ્થળ નું હવામાન
  2. જમીન
  3. પિયત ની સગવડ
  4. કુશળ મજુરની ઉપલબ્ધી
  5. નાણાકીય સગવડ
  6. બજાર
  7. ખેતી વિશેનું જ્ઞાન
  8. સહાનુકુલ હવામાન
  9. તાપમાન : - મહતમ ૨૫-૨૭ સે.ગ્રે.
  10. હવામાં ભેજ:- ૬૫ % કરતા વધુ
  11. સરેરાશ વરસાદ:- ૧૦૦૦ થી ૧૨૦૦ મી.મી.
  12. પવન ની ગતિ:- ૩૦ થી ૪૦ કી.મી./ કલાક
  13. સુર્ય પ્રકાશ :– ૧૨૦ કલાક / માસ
  14. ખેતી વિશેનું જ્ઞાન
  15. ખેતી વિશેનું જ્ઞાન
  16. જમીન
  17. સારા નીતાર વાળી
  18. સેન્દ્રીય તત્વોથી ભરપુર અને ઊંડી
  19. અમલ તા ૫.૨ થી ૮ પી.એચ
  20. ચીકણું કે સખત પથ્થર ના થર વગરની
  21. સમથળ


5 - નાળિયેરીમાં નવા બગીચાના આયોજનમાં કયા ક્યા મુદા ધ્યાનમાં રાખવા જોઈએ?

  1. સ્થળ નું હવામાન
  2. જમીન
  3. પિયત ની સગવડ
  4. કુશળ મજુરની ઉપલબ્ધી
  5. નાણાકીય સગવડ
  6. બજાર
  7. ખેતી વિશેનું જ્ઞાન
  8. સહાનુકુલ હવામાન
  9. તાપમાન : - મહતમ ૨૫-૨૭ સે.ગ્રે.
  10. હવામાં ભેજ:- ૬૫ % કરતા વધુ
  11. સરેરાશ વરસાદ:- ૧૦૦૦ થી ૧૨૦૦ મી.મી.
  12. પવન ની ગતિ:- ૩૦ થી ૪૦ કી.મી./ કલાક
  13. સુર્ય પ્રકાશ :– ૧૨૦ કલાક / માસ
  14. ખેતી વિશેનું જ્ઞાન
  15. ખેતી વિશેનું જ્ઞાન
  16. જમીન
  17. સારા નીતાર વાળી
  18. સેન્દ્રીય તત્વોથી ભરપુર અને ઊંડી
  19. અમલ તા ૫.૨ થી ૮ પી.એચ
  20. ચીકણું કે સખત પથ્થર ના થર વગરની
  21. સમથળ


6 - નાળિયેરીમાં પાકમાં પોષણ વ્યવસ્થા કઈ રીતે કરવી?

ઉમર દેશી ખાતર એમો.સલ્ફેટ સી.સુ.ફો. મ્યુ.ઓફ.પોટાશ થડથી અંતરે ( સે.મી.)
પ્રથમ ૨૦ ૦.૩૩૦ ૦.૩૩૦ ૦.૪૧૫ ૩૦
બીજું ૩૦ ૦.૬૬૦ ૦.૬૬૦ ૦.૮૩૦ ૬૦
ત્રીજું ૪૦ ૧.૩૨૦ ૧.૩૨૦ ૧.૬૬૦ ૭૫
ચોથું અને ત્યાર બાદ ઉંચી નારીયેળી માટે ૫૦ ૨.૦૦ ૨.૦૦ ૨.૫૦૦ ૧૦૦
ચોથું અને ત્યાર બાદ હાઇબ્રીડ ૫૦ ૭.૫૦ ૪.૭૦ ૨.૫૦ ૧૦૦


7 - નાળિયેરીમાં પાકમાં પિયત વ્યવસ્થાપન કઈ રીતે કરવું ?


નવા બગીચામાં ૧ થી ૪ વર્ષ દરમ્યાન શિયાળામાં ૮ અને ઉનાળામાં ૬ દિવસ પિયત આપવું .
પુખ્તવયના બગીચામાં ઉનાળા માં ૧૫ દિવસે અને શિયાળામાં ૨૨ દિવસે પિયત આપવું
રેતાળ જમીનમાં બે પિયતનો ગાળો ઓછો, પાણીનો જથ્થો ઓછો આપવો


8 - નાળીયેરીમા આવતા રોગ અને તેના નિયંત્રણ ના પગલા કઈ રીતે લઇ શકાય?

નાળીયેરીમા આવતા રોગ અને તેનું નિયંત્રણ:
અગ્રકલીકાનો સડો
નિયંત્રણ

(૧) રોગ લાગેલ ભાગને કાપીની નાશ કરવો અને કાટેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ (૧૦૦ મિલી મોરાથુથું + ૧૦૦ મિલી કાલી ચૂનો + ૧૦ લીટર પાણી) લગાડવું. જો ચોમાસાની ઋતુ હોય તો લગાડેલ બોર્ડોપેસ્ટ ઉપર ઊંધું માટલું અથવા પ્લાસ્ટિક ઢાંકવું.

(૨) બગીચામાં તંદુરસ્ત ઝાડ પર આ રોગકારકો ચોમાસાની ઋતુ દરમ્યાન સક્રિય બનીને રોગ ફેલાવતા હોય છે. તે માટે રોગ ન લાગે તે પહેલા ૧ ટકા વાળુ બોર્ડો મિશ્રણ અથવા ૨ ટકા મેન્કોઝેબનું દ્રાવણ ૫ લીટર/ઝાડ પ્રમાણે વર્ષમાં ૬ વખત નીચે મુજબ છાંટવું. પ્રથમ વખત છંટકાવ ચોમાસા પહેલા (જુનમાં)

  • બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ બે માસે
  • ત્રીજો છંટકાવ બીજા છંટકાવ બાદ બે માસે
  • ચોથો, પાંચમો અને છઠ્ઠો છંટકાવ ત્રીજા છંટકાવ બાદ એક એક માસને ગાળે.


પાનનો સડો
નિયંત્રણ

( ૧ ) ૧ ટકા બોર્ડો મિશ્રણ અથવા ૫૦ ટકા વાલી ત્રાંબા યુક્ત ફૂગનાશક દવા ચાર ગ્રામ/લીટર પાણીમાં ઓગાળી દ્રાવણનો પાન પર છંટકાવ કરવો.



થડ રસ ઝરણ
નિયંત્રણ
  • રોગ લાગેલ પેશીઓ દુર કરવી.
  • આ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ/ડામર લગાડવો.
  • ઝાડ ઉપર છેદ ના કરવા.
  • છેદ લાગેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ/ડામર લગાડવો.


પાનનો સુકારો
નિયંત્રણ

( ૧ ) ૧ ટકા બોર્ડો મિશ્રણ અથવા ૫૦ ટકા વાલી ત્રાંબા યુક્ત ફૂગનાશક દવા ચાર ગ્રામ/લીટર પાણીમાં ઓગાળી દ્રાવણનો પાન પર છંટકાવ કરવો.



મુળનો સુકારો
નિયંત્રણ
  • ભલામણ મુજબ ખાતર ,પાણી અને ખેડ કરવી
  • ઉનાળામાં પિયત નિયમિત આપવું
  • પાનના સડાનું નિયંત્રણ કરવું
  • પ્રતિ કારક જાતો , ઉચી, હાઇબ્રીડ,ઠીગણી જાત નું વાવેતર કરવું


થડ મુળનો સડો
નિયંત્રણ
  • રોગ લાગેલા ઝાડ નો નાશ કરાવો. તે જગ્યામાં કચરો નાખી બાળી દેવું
  • તંદુરસ્ત ઝાડને ૧ % વાળું ૪૦ લીટર બોર્ડો મિશ્રણ જમીનમાં આપવું


અજાણ રોગ
નિયંત્રણ
  • રોગ લાગેલા ઝાડ નો નાશ કરાવો.
  • તંદુરસ્ત ઝાડને ૧ % વાળું ૪૦ લીટર બોર્ડો મિશ્રણ જમીનમાં આપવું સાથે ૫ કિલ્લો લીંબોળીનો ખોળ પ્રતિ ઝાડ આપવો
  • રોગ લાગેલ ઝાડના ખામણા માંથી પાણી પસાર થવા નાં દેવું
  • રોગ લાગેલ ઝાડના થડમાં ઓરિયોફન્જીનાઇન્જેક્શન (૧૦૦મિલી દવા ૧ ગ્રામ મોરથુથું ૧૦૦ મિલી પાણીમાં ઓગાળી આપવું.)


9 - નાળીયેરીમા આવતી કાળા માથાની ઈયળનાં નિયંત્રણ ના પગલા કઈ રીતે લઇ શકાય?


નાના રોપમાં હાથથી જાળા વીણી ઈયળ નો નાશ કરવો.
સુકાઈ ગયેલ પાનનો નાશ કરવો
નાના જાડ ઉપર ૧૨.૫ મિલી /૧૦ લી. પાણીમાં મોનોક્રોટોફોસ ભેળવીને છટકાવ કરવો
૧૫ વર્ષથી નાની ઉમરના જાડને ૫ મિલી તથા ૧૫ વર્ષથી મોટી ઉમરના જાડને તેટલા જ કદના પાણીમાં મિશ્રણ કરી મૂળ શોષણ પદ્ધતિ દ્વારા આપવું


10 - નાળીયેરીમા ગેંડા કીટક નિયંત્રણ ના પગલા કઈ રીતે લઇ શકાય?


ત્રાક આકાર નાં સળિયા વડે પાડેલ કાણા મારફતે કિટકને બહાર કાઢી નાશ કરવો.
કીટકે પાડેલા કાણામાં ઝેરી ગેસ કરતી જંતુનાશક દવા ડી.ડી.વી.પી., ક્લોરોપાઈરીફોસ અથવા કેરોસીન વિગેરે રેડી કાણું ચીકણી માટીથી હવા ચુસ્ત બંધ કરવું.
અગ્રકલીકાના કાણામાં ૨% પેરેથીયોન ડસ્ટ તેટલાજ જથ્થામાં રેતી સાથે મીક્ષ કરી કાણામાં નાખવું.
પ્રકાશ પિંજરાનો ઉપયોગ કરી પુખ્ત કિટકોનો નાશ કરવો.
સડેલો કચરો, નાળિયેરીનું મરી ગયેલ થડ વિગેરેને સળગાવીને નાશ કરવો.
ખાતરના ખાડામાં ૧૫ થી ૨૦ દિવસે ૨ % વાળું પેરેથીયોન ડસ્ટનો છંટકાવ કરવો.


11 - નાળીયેરીમા ઇરીયોફાઇડ નાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?


  • ખેતી પધ્ધતિ : બગીચામાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પિયત આપવું તેમજ ભલામણ મુજબ ખાતર યોગ્ય સમયે આપવું. સેન્દ્રીય ખાતરો જેવા કે દેશી ખાતર ૫૦ કિલો/ઝાડ અથવા લીલો પડવાસ અથવા અળસીયાનું ખાતર અથવા લીંબોળી નો ખોળ ૫ કિલો/ ઝાડ આપી શકાય છે. અનુકુળ મિશ્રપાક આંતરપાક લેવો. બગીચો ચોખ્ખો રાખવો.

  • જંતુનાશક દવા: મૂળ શોષણ પદ્ધતિ દ્વારા મોનોક્રોટોફોસ ૩૬% એસ.એલ. ૧૦ મિલી તેટલાજ કદના પાણીમાં પુખ્ત વયના ઝાડને દર બે માસને અંતરે વર્ષમાં ૬ વખત આપવું. જ્યારે નાના ઝાડ કે લૂમ ઉપર ૨૦ થી ૩૦ દિવસના અંતરે મોનોક્રોટોફોસ ૩૬% એસ.એલ. ૪ મિલી/લીટર અથવા ટ્રાઈજોફોસ ૨.૫ મિલી/લીટર પાણીના દ્વ્રાવણ બનાવી ૧.૫ થી ૨.૫ લીટર દ્રાવણ / ઝાડ છાંટવું .

  • વનસ્પતિ જન્ય જંતુનાશક દવા : મૂળ શોષણ પદ્ધતિ અથવા થડમાં ઇન્જીકશન ૭.૫ મિલી નીમાજલ અથવા ઇકોનીમ તેટલાજ કદના પાણી સાથે મીક્ષ કરી મૂળ શોષણ પદ્ધતિ દ્વારા અથવા થડમાં ઇન્જીકશન લગાવીને આપવું .વળી નીમાજલ ૦.૧ ટકા સાંદ્રતા ૫ મિલી /લી અને વેટેબલ સલ્ફર ૫ ગ્રામ /લી. સાથે મીક્ષ કરી ૧.૫ થી ૨.૫ લી.દ્રાવણ / ઝાડ છાંટવું અથવા લીંબોળીનું તેલ ૨૦ મિલી તથા લસણનો રસ ૨૦ ગ્રામ તથા ૫૦ ગ્રામ સાબુ (ડીટરજંટ કપડા ધોવાનો) એક લીટર પાણીમાં મિશ્ર કરી લૂમ ઉપર છાંટવું


12 - નાળીયેરીમા લાલ સુંઢીયાનાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?


થડ ઉપર નુકશાન કે કાપા ન પડે તેની કાળજી લેવી.

ગેંડા કિટક દ્વારા થયેલ નુકશાન (કાણું) બંધ કરી દેવું.

મરણ કક્ષાએ પહોચેલ ઝાડને કાપી બધા ભાગો બાળી દેવા

૨ % પેરેથીયોન ડસ્ટ તથા રેતી સરખા પ્રમાણમાં ભેળવી તે મિશ્રણ ઝાડનાં દરેક પાનના પાયામાં ભરવું. એક ઝાડ માટે ૫૦૦ ગ્રામ મિશ્રણની જરૂર છે.

ફેરોમોન્સ ટ્રેપ અસરકારક માલુમ પડેલ છે.


13 - નાળીયેરીમા ઉંદર નાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?


બે ઝાડનાં પાન એક બીજાને ન અડે તે ખાસ જોવું.

ઝાડ ઉપર કરેલ માળા, પાન વગેરે દુર કરવા અને ઝાડને સાફ રાખવું.

થડ ઉપર ૨.૫ મીટર ઊંચે ૩૦ સેમી પહોળા ગેલ્વેનાઈજ/એલ્યુમિનીયમનાં પતરાનો પટ્ટો અથવા શંકુ આકારે લગાડવો.

બ્રોમોડીયોલોન ૦.૦૦૫% મીણ મિશ્રિત ચોસલું અથવા ઝીંક ફોસ્ફાઈડ ૨% અનાજનો ભરડો અથવા શિંગદાણાના ફાડા અથવા ગાંઠિયા અથવા ભજીયા અથવા કોપરૂ વગેરે સાથે ભેળવી આપવું.


14 - નાળીયેરીમા ઉધઈ નાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?


૨ % પેરેથીયોન ડસ્ટ ખાડામાં વાવતા પહેલા છાંટવું.

આલડ્રીન 30 % ઇસીનાં ટીપાં પાણી નાં ધોરિયામાં ધીમે ધીમે પડે તે રીતે ગોઠવવું

સડી ગયેલો કચરો બગીચામાંથી દુર કરવો

બગીચાની આજુ બાજુ રહેલ રાફડામાંથી રાણીને શોધી તેનો નાશ કરવો અથવા રાફડા ખોદી તેના કાણામાં આલડ્રીન દવા રેડી નાશ કરવો

મોટા ઝાડમાં થડ ઉપર ૧ મીટર સુધી ગેરુ લગાડવો.


15 - મૂળ શોષણ પદ્ધતિ શું છે અને કઈ રીતે આપી શકાય ?


લાલ કલરનો જુવાન મૂળ પસંદ કરવો

મૂળને આડો છેદ આપવો

ભલામણ મુજબ જંતુનાશક દવાનું મીશ્રણ પ્લાસ્ટીકની બેગમાં લેવું.

પસંદ કરેલ મૂળ દ્રાવણમાં ડૂબે તે રીતે હવા ચુસ્ત તરીકે બાંધવું.

૪૫ દિવસ સુધી ફળ ઉતારવા નહી.

૬૦ દિવસ અંતરે ૩ થી ૪ વાર દવા આપવી.


16 - નાળિયેરીના પાકમાં ગુજરાતમાં વાવેતર થતી મુખ્ય જાતો કઈ કઈ છે અને તેના વિશે ટૂંકમાં માહિતી આપો?

લીલી ઠીંગણી

  • સાડા ત્રણ વર્ષે ફળ આવવાનું શરુ
  • થડ પાતળું પાન નાના
  • ૩૫ થી ૪૦ વર્ષ નું આયુષ્ય
  • તરોફા માટેની જાત
  • કથીરી / પાણી ખેચ સામે નાજુક
  • ઉત્પાદન : ૧૧૦ થી ૧૨૦ કાચા
  • કોપરાનું વજન ૯૦ ગ્રામ
  • તેલના ટકા ૬૮


ઠીંગણી ઓરેંજ
  • સાડા ત્રણ વર્ષે ફળ આવવાનું શરુ
  • થડ પાતળું પાન નાના
  • ૩૫ થી ૪૦ વર્ષ નું આયુષ્ય
  • કાચા માટેની જાત
  • કથીરી / પાણી ની ખેચ સામે સશક્ત
  • ઉત્પાદન : ૧૫૦ થી ૧૬૦ કાચા
  • કોપરા નું વજન ૧૧૦ ગ્રામ
  • તેલના ટકા ૬૮


ઉચી જાત
  • સાડા ત્રણ વર્ષે ફળ આવવાનું શરુ
  • થડ ઝાડું અને પાન લાંબા
  • ૮૦ થી ૧૦૦ વર્ષે નું આયુષ્ય
  • પાકા ફળ માટેની જાત
  • કથીરી / પાણી ની ખેચ સામે સશક્ત
  • ઉત્પાદન : ૭૦ થી ૮૦ ફળ
  • કોપરા નું વજન ૧૬૫ ગ્રામ
  • તેલ ના ટકા ૭૦


હાઇબ્રીડ ડી x ટી
  • સાડા ત્રણ વર્ષે ફળ આવવાનું શરુ
  • થડ મધ્યમ અને પાન મોટા
  • ૫૫ થી ૬૦ વર્ષે નું આયુષ્ય
  • કાચા તથા પાકા ફળ માટેની જાત
  • ઉત્પાદન : ૧૨૦ થી ૧૫૦ પાકા
  • કોપરા નું વજન ૧૯૦ ગ્રામ
  • તેલ ના ટકા ૬૮ થી ૭૦


હાઇબ્રીડ ટી X ડી
  • સાડા ત્રણ થી ચાર વર્ષે ફળ આવવાનું શરુ
  • થડ મધ્યમ અને પાન મોટા
  • ૫૫ થી ૬૦ વર્ષે નું આયુષ્ય
  • કાચા તથા પાકા ફળ માટેની જાત
  • ઉત્પાદન : ૧૨૦ થી ૧૩૦ કાચા
  • કોપરા નું વજન ૧૯૦ ગ્રામ
  • તેલ ના ટકા ૬૮ થી ૭૦


એન.સી.ડી.વાનફેર
  • સાડા ત્રણ વર્ષે ફળ આવવાનું શરુ
  • થડ મધ્યમ અને પાન મોટા
  • ૫૫ થી ૬૦ વર્ષે નું આયુષ્ય
  • કાચા તથા પાકા ફળ માટેની જાત
  • ઉત્પાદન : ૧૨૦ થી ૧૫૦ કાચા
  • કોપરા નું વજન ૧૯૦ ગ્રામ
  • તેલ ના ટકા ૬૮ થી ૭૦


17 - નાળેયેરીનાં રોપા પસંદ કરતી વખતે કયા ક્યા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ ?


રોપ જુસ્સાદાર તંદુરસ્ત હોવા જોઈએ.

૯-૧૨ માસની ઉમરના હોવા જોઈએ.

રોપની ઉંમર પ્રમાણે ૫-૮ તંદુરસ્ત લીલા પાન ધરાવતા હોવા જોઈએ.

થડનો ઘેરાવો વધુ અને સીધ્ધો રોપ હોવો જોઈએ.

એક થી બે પાન ચીરાયેલા (પાન પટ્ટી) હોય તે જુસ્સાદાર રોપની નિશાની બતાવે છે. રોગ-જીવાત, વાનસ્પતિકવિકૃતિથી મુક્ત હોવા જોઈએ


18 - નાળિયેરીના રોપ ઉછેર માટે નર્સરી બનાવવા કયા ક્યા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ?

નર્સરીની જગ્યાની પસંદગી અને જમીનની તૈયારી:

સંશોધનના આધારે એવુ જોવા મળેલ છે કે ખુલ્લી જમીનમાં કરેલ નાળિયેરીરોપનીવૃધ્ધિ બે નાળિયેરીનીહારની વચ્ચે જમીનમાં રહેલરોપની સરખામણીમાં નબળી હોય છે. તેથી ખુલ્લી જમીનમાં નર્સરી ન કરવી સલાહ ભરેલું છે.સામાન્ય રીતે ૫૦ % સુર્ય પ્રકાશ મળી રહે તેવા નાળીયેરીનો બગીચો નર્સરી માટે પસંદ કરવો. ખુલ્લી જગ્યા કરતાં આવી જગ્યામાં સારા અને વધુ રોપાઓ મળે છે.સામાન્ય રીતે નર્સરીની જગ્યા, પિયતનાંસાધનોથી નજીકસમતળ, રોગ જીવાત,નિંદામણનાઅવશેષોથી મુક્ત, રેતાળ,ગોરાડુ,કાંપાળ, આમ્લતા આંક ૭ (સાત)ની આજુ બાજુ અને સારી નિતાર શક્તિ ધરાવતી અને ક્ષાર મુક્ત હોવી ખાસ જરૂરી છે.પસંદ કરેલ જમીનને બે વખત ઉંડી ખેડી કરબ હાંકી સમતળ બનાવીને યોગ્ય માપનાક્યારા બનાવવા. જમીન તૈયાર કરતી વખતે પેરેથીયોનડસ્ટ ૨ ટકા ૨૫ કિલો / હેક્ટર અથવા ફોરેટ– ૧૦ જી દવા જમીનમાં ભેળવવી.



નાળિયેર બીજ માટે માતૃ ઝાડની પસંદગી:
ઝાડમાંથીનાળીયેર બીજ લેવાના હોય તેના ગુણધર્મો નીચે મુજબના હોવા જોઈંએ.
  • ઝાડ જે-તે જાતના ગુણધર્મ ધરાવતું તથા ૨૫ – ૪૦ વર્ષની વચ્ચે હોવું જોઈએ (ઉંચી જાત માટે). જ્યારે ઠીંગણી જાત માટે ૧૦ – ૧૫ વર્ષની ઉંમર હોવી જોઈએ.
  • ઝાડના પાન તંદુરસ્ત રોગ જીવાત મુક્ત ૩૫ – ૪૦ ની સંખ્યામાં છત્રી આકારેખુલેલા અને પૂર્ણ વિકસીત હોવા જોઈએ.
  • દરેક પાનના કક્ષમાંથી દર માસે એક તંદુરસ્ત જુસ્સાદાર ટુંકો અને વધુ માદા પુષ્પોધરાવતો પુષ્પ વિન્યાસ નીકળતો હોવો જોઈએ.
  • ઝાડની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૮૦ થી વધુ ફળની હોવી જોઈએ. મોટા ફળ આપતું હોવું જોઈએ.
  • ઝાડ રોગ જીવાતા કે બીજી વિકૃતિથી મુક્ત હોવું જોઈએ.


પસંદગીના માતૃ ઝાડ પરથી બીજ ઉતારવા:

પસંદ કરેલ માતૃઝાડ ઉપરથી ૧૨-૧૩ માસના ફળને (લીલા માંથી આછો પીળો રંગ થાય) ઉતારવા.ઉતારેલફળોનેછાંયામાં ૧ થી ૧.૫ માસ આરામ આપી એકસરખા મોટા કદના ગોળાકાર વજનમાં વધુ પાણી બોલતું હોય તેવા રોગ-જીવાત મુક્ત નાળિયેર બીજ માટે પસંદ કરવા.



વાવતા પહેલા બીજની માવજત:

પસંદ કરેલ નાળિયેરબીજને એક માસ સુધી આરામ આપવો, ત્યારબાદ ૧૫ દિવસ પાણીમાં ડુબાડી રાખવા અને ત્યારબાદ સારા તંદુરસ્ત અને વધુ વજન વાળા નાળિયેર બીજ વાવેતર માટે ઉપયોગમાં લેવા.



નર્સરીમાંબીજની રોપણી:

માવજત આપેલ નાળિયેરબીજનેનર્સરીમાં મે –જુન માસમાં વાવેતર કરવું સલાહ ભરેલું છે.નર્સરીમાં ૩૦ X ૩૦ સે.મી. ના ચાસ ખોલીને નાળિયેર બીજ / ફળનો ઉપરનો ભાગ જમીનની ઉપર દેખાય તેમ ઉભા રાખી વાવવા અનેત્યારબાદ એક હળવું પિયત આપવું.



પાછલી માવજત:

નાળિયેરીનીનર્સરીમાં બીજ વાવ્યા બાદ ૧૨ માસ સુધી નીચે મુજબની માવજતો જરૂર જણાય ત્યારે કરતા રહેવુ સલાહ ભરેલુ છે.

  • બીજ વાવ્યા બાદ તરત જ પિયત આપવું ૫-૬ દિવસે પીયત આપતા રહેવું સુકા દિવસોમાં ૨ દિવસને અંતરે પિયત કરતા રહેવું.
  • જરૂર જણાય ત્યારે આછો ગોડ નિંદામણ તથા પાક સંરક્ષણનાપગલા લેવા.
  • બીજના વાવેતર બાદ પાંચમાં માસે ૧૮૦ કિલો નાઈટ્રોજન/હે. (યુરિયાના રૂપમાં ૯૦ કિલો અને એરંડાનાખોળના રૂપમાં ૯૦ કિલો/હે.) આપવો.
  • રોગ અને વિકૃતિ વાળા રોપ તથા બીજ વાવ્યા બાદ પાંચ માસ પછી ન ઉગેલાબીજને નર્સરી માંથી દૂર કરવા.
  • બીજ વાવ્યા બાદ ૯ થી ૧૨ માસની ઉંમરના સારી ગુણવત્તા વાળા જુસ્સાદાર તથા રોગ જીવાત મુક્ત રોપ વેચાણ માટે પસંદ કરવા.


19 - નાળિયેરીના રોપ તૈયાર કરી વેચાણ કરતી સરકારી નર્સરીઓ કઈ કઈ છે?

ગુજરાતમાં નાળિયેરીનારોપા તૈયાર કરી વેચાણ કરતી સરકારી નર્સરીઓ:
અનુ. નં. નર્સરીનું નામ તાલુકો જીલ્લો. ફોન નંબર
મહોબતબાગ – ઉના ઉના જૂનાગઢ ૦૨૮૭૫-૨૨૫૬૭૦
રાણીબાગ – માંગરોળ માંગરોળ જૂનાગઢ ૦૨૮૭૮-૨૨૦૨૭૮
મહુવા બંદર રોડ – મહુવા મહુવા ભાવનગર ૦૨૮૪૪-૨૨૨૪૦૧
નવસારીન.કૃ.યુ. કેમ્પસ– દાંડી રોડ નવસારી નવસારી ૦૨૬૬૨-૨૭૩૧૪૬


કૃષિ યુનિવર્સિટી હસ્તક રહેલનર્સરીઓ:
અનુ. નં. નર્સરીનું નામ તાલુકો જીલ્લો. ફોન નંબર
કૃષિ સંશોધન કેંદ્ર,જૂ.કૃ.યુ.,મહુવા મહુવા ભાવનગર ૦૨૮૪૪-૨૨૨૫૯૩
ફળ સંશોધન કેંદ્ર,જૂ.કૃ.યુ.,માંગરોળ માંગરોળ જૂનાગઢ ૦૨૮૭૮-૨૨૨૧૨૭
લાલબાગ,જૂ.કૃ.યુ., જૂનાગઢ જૂનાગઢ જૂનાગઢ ૦૨૮૫-૨૬૭૨૦૮૦
બાગાયત વિભાગ,ન.મ.કૃષિ કોલેજ,ન.કૃ.યુ.,નવસારી નવસારી નવસારી ૦૨૬૩૭-૨૮૨૭૭૪
પ્રાદેશિક ફળ સંશોધન કેંદ્ર,ન.કૃ.યુ.,પરીયા પાલડી વલસાડ
પ્રાદેશિક ફળ સંશોધન કેંદ્ર,ન.કૃ.યુ.,ગણદેવી બીલીમોરા નવસારી


નોંધ:

બાગાયત ખાતા હસ્તક રહેલ નાળિયેરીની નર્સરી મહુવા તથા માંગરોળ ઉપર ટી. Xડી. જાતોનારોપાઓ તૈયાર કરવામાં આવે છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તક રહેલ મહુવા કેંદ્ર ઉપરથી ડી. X ટી. અને માંગરોળ કેંદ્ર ઉપરથી ટી. X ડી. રોપાઓ તૈયાર કરી વેચવામાં આવે છે.


20 - નાળિયેરી પાકમાં મિશ્ર પાક પદ્ધતિ એટેલે શું ?

  1. બે કે વાળું પધ્ધતિઓના સાથે સુમેળથી એક બીજાને મદદરૂપ થઇ કુલ આવક વધારવી
  2. નાળિયેરીનાં પાક આધારિત મિશ્ર ખેતીના અંગો (પદ્ધતિઓ)
  3. પશુપાલન
  4. મરઘા ઉછેર
  5. સસલા ઉછેર
  6. મત્સ્ય ઉછેર
  7. મશરૂમ ઉછેર
  8. મધમાખી ઉછેર
  9. વર્મી કમ્પોસ્ટ
  10. નર્સરી
  11. લો કોસ્ટ ગ્રીન હાઉસ
  12. ગોબર ગેસ પ્લાન્ટ
  13. આંતર/બહુમાળી પાક પદ્ધતિ
  14. રેસમ કીડા ઉછેર
  15. અજોલા ઉછેર