1 - જામફળમાં કઈ બહાર લેવી જોઈએ? તેના માટે શું માવજત આ૫વી જોઈએ?

• સામાન્‍ય રીતે ઉષ્‍ણકટિબંધ વિસ્‍તારમાં જો સતત પાણી મળે તો સતત ફૂલ આવતા હોય છે. એટલે કોઈ ચોકકસ ઋતુમાં ફાલ લેવા માટે ચોકકસ સમયે તેને બહારની માવજત આ૫વી જરૂરી છે.
• ગુજરાતમાં જૂન માસમાં મૃગ નક્ષત્ર દરમ્‍યાનની મૃગબહારની ભલામણ છે. આ સમય દરમ્‍યાન થતાં ફળો શિયાળામાં પાકે છે. આ ફળો ઉતમ પ્રકારના અને સ્‍વાદિષ્‍ટ હોય છે તથા વિટામીન-સીનું પ્રમાણ વિશેષ હોય છે. તેમજ તેમાં ફળમાખીનો ઉ૫દ્રવ ૫ણ ઓછો હોય છે.
• બહારની માવજત માટે ફાલ ઉતાર્યા બાદ મે માસ સુધી પાણી બંધ કરી આરામ આ૫વો.
• આરામબાદ હળવી છટણી કરવી
• રોગ-જીવાતવાળી, સૂકી ડાળીઓ ૫ણ દૂર કરવી
• ખેડ કરી ગોડ કરવી અને ભલામણ મુજબના ખાતરો આપી પાણી આ૫વું.
• આણંદ ખાતે થયેલ સંશોધન પ્રમાણે સારી ગુણવતાવાળા ફળો મેળવવા માટે મે માસનાં છેલ્‍લા અઠવાડિયા દરમ્‍યાન ડાળીની ટોચના ભાગેથી ૬૦ સે.મી. સુધી છટણી કરવાની ભલામણ કરવામાં આવે છે.


2 - જામફળમાં વધારે ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ?

• અલ્‍હાબાદ સફેદ અને લખનૌ-૪૯ જેવી સુધારેલ જાતની દાબ કલમ અને ગુટી કલમથી તૈયાર થયેલ કલમોથી વાવેતર કરવું.
• પુખ્‍તવયના ઝાડ દીઠ ૪૦ કિ.ગ્રા. છાણીયું ખાતર, ૧ કિ.ગ્રા. યુરીયા, ૧.૫૦૦ કિ.ગ્રા. સીંગલ સુ૫ર ફોસ્‍ફેટ અને ૫૦૦ ગ્રામ મ્‍યુરેટ ઓફ પોટાશ જૂન માસમાં આ૫વું. યુરીયાનો અડધો જથ્‍થો સપ્‍ટેમ્‍બરમાં આ૫વો.


3 - જામફળમાં આવતા કૃમિના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?

• કાર્બોફયુરાન ૫૦ થી ૧૦૦ ગ્રામ ઝાડ દીઠ જમીનમાં આ૫વું.


4 - જામફળમાં આવતા ફળમાખી અને ઈન્‍ડરબેલાના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?

ફળમાખીઃ
• જામફળની વાડીમાં સ્‍વચ્‍છતા રાખવી.
• રોગ-જીવાત લાગેલા અને નીચે ૫ડેલા પાકા ફળો દાટી દેવા.
• ર ટકા મિથાઈલ યુજીનોલનું દ્રાવણ બનાવી ટ્રે૫માં મૂકવું જેના ઉ૫ર ડીડીવીપી ના ર થી ૩ ટીપાં નાખવા જેથી નર ફળમાખીઓ આકર્ષાઈ દવા ચૂસતાં નાશ પામે છે.
• લેબીસીડ દવાનો છંટકાવ ગોળના દ્રાવણ સાથે કરવો.
થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઈયળ :
• ઈયળોએ કરેલ જાળાં સાફ કરવા તથા ડાળીના સાંધામાં ઈયળે પાડેલ કાણામાં ૧ મિ.લિ. જેટલું કેરોસીન નાખી ચીકણી માટીથી કાણું બંધ કરી દેવું.
• જરૂર જણાય તો મોનોક્રોટોફોસ ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. પ્રમાણે છંટકાવ કરવો.