જામફળની ખેતી

હવામાન ઉષ્‍ણ અને સમશીતોષ્‍ણ કટીબંધ, ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે.
જમીન સામાન્‍યરીતે બધા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. રેતાળ જમીન જેમાં ચીકણી માટીનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન ઉત્તમ.
જાતો લખનૌ-૪૯, અલ્‍હાબાદ સફેદા, ધોળકા, રેશમડી, લાલ ગર્ભવાળી
પ્રસર્જન બીજ તેમજ ભેટ, ગુટી અને દાબ કલમ. જે પૈકી ગુટી કલમ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
રો૫ણી સમય જુલાઈ-ઓગષ્‍ટ
અંતર ૬×૬ મીટર અને ૫×૫ મીટર
ખાતર પૂખ્‍ત વય(પાંચ વર્ષથી મોટા) ના ઝાડ દીઠ
છા.ખા.નાઈટ્રોજનફોસ્‍ફરસપોટાશ
૫૦ કિ.ગ્રા.૫૦૦ ગ્રામર૫૦ ગ્રામર૫૦ ગ્રામ

નાઈટ્રોજનનો અડધો જથ્‍થો તેમજ છાણિયા ખાતર, ફોસ્‍ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્‍થો જૂન માસમાં આ૫વો. નાઈટ્રોજનનો અડધો જથ્‍થો સપ્‍ટેમ્‍બર માસમાં આ૫વો.
ઉત્પાદન અંદાજે ૮૦ કિલો/ ઝાડ (ર૫ ટન/ હેકટર)
પિયત વરસાદ બંધ થયેથી ફળ ધારણ થયા બાદ ર થી ૩ પિયત ૧૫ થી ર૦ દિવસના અંતરે આ૫વા.
પાક સંરક્ષણ ફળમાખી, થડ અને છાલ કોરી ખાનાર ઈયળ વગેરેમાં ભલામણ મુજબની દવાઓનો છંટકાવ કરવો અને સંકલિત રોગ-જીવાત નિયંત્રણના ૫ગલાં લેવા.
રોગઃ
ફાટિયોઃ
(૧) જમીનમાં ચીરોડી (જીપ્‍સમ) નાખવી.
(ર) પ્રતિકારક જાત વાવેતર માટે ૫સંદ કરવી. દા.ત. અલ્‍હાબાદ સફેદા.