જામફળની ખેતી
| હવામાન | ઉષ્ણ અને સમશીતોષ્ણ કટીબંધ, ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે. | ||||||||
| જમીન | સામાન્યરીતે બધા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. રેતાળ જમીન જેમાં ચીકણી માટીનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન ઉત્તમ. | ||||||||
| જાતો | લખનૌ-૪૯, અલ્હાબાદ સફેદા, ધોળકા, રેશમડી, લાલ ગર્ભવાળી | ||||||||
| પ્રસર્જન | બીજ તેમજ ભેટ, ગુટી અને દાબ કલમ. જે પૈકી ગુટી કલમ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. | ||||||||
| રો૫ણી સમય | જુલાઈ-ઓગષ્ટ | ||||||||
| અંતર | ૬×૬ મીટર અને ૫×૫ મીટર | ||||||||
| ખાતર |
પૂખ્ત વય(પાંચ વર્ષથી મોટા) ના ઝાડ દીઠ
નાઈટ્રોજનનો અડધો જથ્થો તેમજ છાણિયા ખાતર, ફોસ્ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો જૂન માસમાં આ૫વો. નાઈટ્રોજનનો અડધો જથ્થો સપ્ટેમ્બર માસમાં આ૫વો. |
||||||||
| ઉત્પાદન | અંદાજે ૮૦ કિલો/ ઝાડ (ર૫ ટન/ હેકટર) | ||||||||
| પિયત | વરસાદ બંધ થયેથી ફળ ધારણ થયા બાદ ર થી ૩ પિયત ૧૫ થી ર૦ દિવસના અંતરે આ૫વા. | ||||||||
| પાક સંરક્ષણ | ફળમાખી, થડ અને છાલ કોરી ખાનાર ઈયળ વગેરેમાં ભલામણ મુજબની દવાઓનો છંટકાવ કરવો અને સંકલિત રોગ-જીવાત નિયંત્રણના ૫ગલાં લેવા. રોગઃ ફાટિયોઃ (૧) જમીનમાં ચીરોડી (જીપ્સમ) નાખવી. (ર) પ્રતિકારક જાત વાવેતર માટે ૫સંદ કરવી. દા.ત. અલ્હાબાદ સફેદા. |
જામફળ