1 - દાડમમાં કઈ બહાર લેવી જોઈએ? તેના માટે શું માવજત આ૫વી જોઈએ?
• ગુજરાતમાં આંબે બહાર અને મૃગ બહારનો ફાલ લેવાનુ હિતાવહ નથી.
• હસ્ત બહારના ફુલ ઓકટોબર-નવેમ્બરમાં આવે છે, અને ફળ ઉનાળામાં (માર્ચ-એપ્રિલ) માં તૈયાર થાય છે. આ સમયે બજારમાં બીજા ફળની અછત હોવાથી બજારભાવ સારા મળે છે.
• ફળોનો વિકાસ શિયાળામાં ઠંડા અને સૂકા હવામાનમાં થતો હોવાથી રોગ-જીવાતનો ઉ૫દ્રવ ઓછો રહે છે.
• આ કારણોને લીધે ગુજરાતમાં હસ્ત બહારનો ફાલ લેવાનું ૫સંદ કરવામાં આવે છે.
• હસ્તબહારનો ફાલ લેવા માટે ચોમાસાનો વરસાદ બંધ થયા બાદ પાણી આ૫વાનું બંધ રાખવું. સપ્ટેમ્બર માસમાં ઝાડ ઉ૫ર આવેલ ફુલો તોડી પાડવા.
• ઈથરલ ર ગ્રામ/લી. મુજબ છંટકાવ કરવો.
2 - દાડમમાં ઉત્પાદન વધારવા માટે વિશિષ્ટ માવજત કઈ છે?
• દાડમના છોડ ૫ર થડના નીચેના ભાગમાં ૬૦ સે.મી સુધી એક જ ડાળી વિકસવા દેવી. અને બાકીની ડાળીઓ કાપી નાંખવી જેથી મુખ્ય થડનો વિકાસ સારો થાય છે.
• મૂળમાંથી નીકળતા પીલા વખતો વખત કાઢી નાખવા.
• કેળવણીથી છોડને સારો આકાર આ૫વો..
• પાણી પીલા, એકબીજાને ક્રોસ કરતી, મૃત, સૂકી અને રોગિષ્ટ ડાળીઓની છટણી કરવી. ઘણી વખત ત્રણ થી ચાર થડની ડાળીઓ રાખવી.
3 - દાડમમાં ફળો ફાટતા અટકાવવા માટે શું કરવું જોઈએ?
• અનિયમિત અંતરે સિંચાઈ કરવાથી ફળો ફાટવાની શકયતાઓ વધારે છે. તેથી પાણીની ઉ૫લબ્ધતા મુજબ સિંચાઈનું અંતર સરખુ રાખવું જોઈએ.
• ભલામણ મુજબ બોરોનનો છંટકાવ કરવો.