દાડમની ખેતી
| હવામાન | શિયાળામાં ઠંડુ તથા ઉનાળામાં ગરમ અને ભેજવાળુ હવામાન માફક આવે છે. ફળના વિકાસ દરમ્યાન તથા ફળ પાકે ત્યારે ગરમ અને સૂર્ય પ્રકાશિત હવામાન હોવું આવશ્યક છે. ભેજવાળા હવામાનમાં વિકાસ પામેલ ફળની ગુણવત્તા સારી રહેતી નથી. | ||||||||
| જમીન | ગોરાડું, કાં૫વાળી તેમજ થોડાઅંશે ક્ષારવાળી જમીન | ||||||||
| જાતો | કંધારી, મસ્કતરેડ, ગણેશ, સિંદુરી, સીડલેશ, જોધપૂર, અરાકતા, ભગવો અને મૃદુલા જેવી વિવિધ જાતો છે. આ પૈકી ગુજરાતમાં વ્યાપારિક ધોરણે વાવેતર માટે ભગવો, ગણેશ, સિંદુરી અને મૃદુલા જેવી જાતો અનુકૂળ જણાય છે. | ||||||||
| પ્રસર્જન | કટકા કલમ તથા ગુંટી કલમથી | ||||||||
| રો૫ણી સમય | જૂન-જુલાઈ માસ દરમ્યાન | ||||||||
| અંતર | ૬×૬ મીટરના અંતરે | ||||||||
| ખાતર |
પુખ્ત વય(પાંચ કે તેથી વધુ વર્ષ) ના ઝાડ દીઠ
|
||||||||
| પિયત | ગુજરાતમાં દાડમ હસ્તબહારમાં લેવામાં આવે છે. તેથી દાડમના પાકમાં ઓકટોબર માસથી પાણી આ૫વું જોઈએ. પાણી આ૫વાનું અંતર શિયાળામાં ૧૦ થી ૧ર દિવસ રાખવું જોઈએ અને પાણીનું અંતર નિયમિત રાખવું. | ||||||||
| ઉત્પાદન | પુખ્ત વયના બગીચામાં સરેરાશ ૧ર-૧૫ ટન/ હેકટર ઉત્પાદન મળે છે. |
દાડમ