કોકડવા
રોગ નિયંત્રણ
1. ધરૂવાડીયામાં કર્બોફયુરન ૩ જી. દાણાંદાર દવા હેકટરે ૧.પ કિ.ગ્રા.સક્રીય તત્વ પ્રમાણે જમીનમાં ભેળવવી.
2. કોકડવાની શરૂઆત દેખાય કે તુર્ત જ ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લી.અથવા એઝાડીરેકટીન તત્વ આધારિત ૪૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી જરૂર મુજબ ત્રણ થી ચાર છંટકાવ વારાફરતી કરવાથી સારૂ નિયંત્રણ મળે છે.
કાલવ્રણ
રોગ નિયંત્રણ
1. બીજને વાવતા પહેલા પ્રતિ કિલો બીજ દીઠ ર થી ૩ ગ્રામ થાયરમનો પટૃ આપીને ઘરુ ઉછેરવા.
2. ફેરરોપણીના ર મહિના બાદ ઝાઈનેબ ૦.ર ટકાનું દ્રાવણ અથવા ટેબુકોનાઝોલ રપ.૯ % મી / મી ઇસી ૧૦ મિ.લી. અથવા એઝોકસિટ્રોબિન ૧૧% + ટેબ્યુકોનાઝોલ ૧૮.૩ % એસસી ડબલ્યુ / ડબલ્યુ ૧૦ મિ.લી. અથવા મેટિરમ પપ% + પાયરાક્લોસ્ટોબિન પ% ડબ્લ્યુજી ર૦ ગ્રામ ૧પ દિવસનાં અંતરે ત્રણ વખત છાંટવું.
સુકારો
રોગ નિયંત્રણ
1. બીજને વાવતા પહેલા કાર્બેન્ડાઝીમ (૩ ગ્રામ/કિલો) દવાનો પટ આપવો.
2. અગાઉના પાકના અવષેશો દૂર કરવા. પાકની ફેરબદલી કરવી. ધરુવાડિયામાં ર.પ કિ.ગ્રા. ટ્રાઈકોડર્મા અથવા સ્યુડોમોનાસ પ૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે મિશ્ર કરી જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોથી પાકનો બચાવ થાય છે.