લીંબુમાં આવતા રોગો અને તેમનું નિયંત્રણ
(૧) ગુંદરીયાનો રોગ
રોગ નિયંત્રણ
1. લીંબુવાડિયામાં સ્વચ્છતા જાળવવી. જમીનને અડતી ડાળીઓ કાપી નાખવી.
2. થડ આગળ પાણી ભરાઈ ન રહે તે માટે પિયતનું પાણી ડબલ રીંગ કરીને આપવું જોઈએ.
3. ડાળી ઉપરનો રોગીષ્ટ ભાગ દુર કરી તે ભાગ ઉપર બોર્ડોપેસ્ટ લગાવવી.
4. લીંબુના ઝાડના થડને જમીનથી દોઢથી બે ફૂટ સુધી બોર્ડોપેસ્ટ લગાવું.
5. નવેમ્બર, જૂન અને ઓગષ્ટ માસમાં બોર્ડોમિશ્રણ ૧% અથવા મેટાલેકઝીલ-એમઝેડ ૦.ર% અથવા ફોઝેટાઈલ ૦.ર% નો અસરગ્રસ્ત ઝાડોમાં છંટકાવ કરવો.
(ર) બળીયા ટપકાંનો રોગ
રોગ નિયંત્રણ
• રોગમુકત રોપા પસંદ કરવા.
• રોગિષ્ટ ડાળીઓનો નાશ કરવો.
• ડાળીઓ કાપી લીધા બાદ ૧% ના પ્રમાણનું બોર્ડોમિશ્રણ બનાવી છંટકાવ કરવો.
• સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧૦૦ પીપીએમ (૧ ગ્રામ/૧૦ લીટર પાણીમાં) + કોપર ઓકઝીકલોરાઈડ (૩૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં) ને ભેળવી છંટકાવ કરવાથી આ રોગ ઘટાડી શકાય છે.
(૩) ડાયબેક (ઉત્તી મૃત્યુ)
રોગ નિયંત્રણ
• જમીનની યોગ્ય પસંદગી કરવી.
• ખાતરોનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો.
• લીંબુવાડિયામાં સ્વચ્છતા જાળવવી.
• લીંબુવાડીયામાં યોગ્ય સમયે ખેતીકાર્યો કરવા.
(૪) મોટલ લીફ (પીળીયું) અને સુક્ષમ તત્વોની ઉણપ
રોગ નિયંત્રણ
• લીંબુવાડીયામાં છોડ જસતની ઉણપથી પીળા અને વિકૃત થઈ ગયા હોય તો ૧૦ લિટર પાણીમાં પ૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળીને ત્રણ વખત એક એક મહિનાના અંતરે છંટકાવ કરવો.
• નવા પાન આવતાની સાથે જ જસત અને ચુનાનાં મિશ્રણનો બે મહિને પાન ઉપર છંટકાવ કરવો. (જસત, ચુનાનું મિશ્રણ બનાવવા પ કિલો ઝીંકસલ્ફેટ ૧ કિલો ચૂનો, ૧ કિલો કેસીન રરપ લીટર પાણીમાં ભેળવી તૈયાર કરી શકાય છે).