સોયાબીનની સુધારેલ જાતો

કૃષિ યુનિવર્સિટી દ્વારા સોયાબીન વિવિધ જાતો ગુજરાતમાં વાવેતર કરવા માટે ભલામણ કરેલ છે. જે પૈકી વિસ્તારને અનુકુળ જાતની ૫સંદગી કરવી. 

ક્રમ

જાતનું નામ

બહાર પાડયાનું વર્ષ

ઉત્પાદન (કિ.ગ્રા./હે.)

છોડની ઉંચાઈ (સેમી.)

પાકવાના દિવસો

તેલના ટકા

વિસ્તાર માટે અનુકુળ

ગુ. સોયાબીન ૧

૧૯૭૨

૧૪૯૦

૬૭

૧૦૫

૧૮.૬

સૌરાષ્ટ્ર વિસ્તાર માટે અનુકુળ

ગુ. સોયાબીન ૨

૧૯૭૨

૧૨૭૭

૧૦૭

૧૦૬

૧૯.૦

દક્ષિણ ગુજરાત માટે અનુકુળ

જીજેએસ ૩

૨૦૧૧

૧૮૬૦

૪૭

૧૦૧

૧૯.૧

સૌરાષ્ટ્ર વિસ્તાર માટે અનુકુળ

ગુ. સોયાબીન ૪

૨૦૨૨

૨૧૬૦

૫૩

૧૦૪

૧૯.૫

સમગ્ર ગુજરાત માટે અનુકુળ

         આ સિવાય રાષ્ટ્રીય કક્ષાએ સેન્ટ્રલ ઝોન માટે ભલામણ કરેલ જાતો  જે.એસ.-૩૩૫, એન.આર.સી.-૩૭, જે.એસ.-૯૫-૬૦ (વહેલી પાકતી), જે.એસ.-૯૭-૫૨, જે.એસ.-૨૦-૩૪ (વહેલી પાકતી), એન.આર.સી.-૧૨૭, એન.આર.સી.-૧૩૦, એન.આર.સી.-૧૩૮, એન.આર.સી.-૧૪૨, આર.વી.એસ.એમ.-૨૦૧૧-૩૫ અને એ.એમ.એસ.-૧૦૦-૩૯ છે. સેન્ટ્રલ ઝોન માં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છતીશગઢ રાજ્યનો સમાવેશ થાય છે.