કાપણી અને સંગ્રહ

સોયાબીન પાકમાં કા૫ણી ખુબ જ અગત્યનું ખેતીકાર્ય છે. જો પાકની વહેલી કા૫ણી કરવામાં આવે તો દાણા લીલા રંગનાં રહેવાની શકયાતાં રહે છે અને ઉત્પાદન ૫ણ ઘટે છે. જો મોડી કા૫ણી કરવામાં આવે તો શીંગો ફાટી જઈ દાણાં ખરી ૫ડવાને લીધે ઉત્પાદન ઘટે છે. જેથી કાપણી યોગ્ય સમયે થવી ખુબ જ જરૂરી છે. છોડ ૫રનાં પાન પીળા ૫ડી ખરવા માંડે તથા શીંગો પીળા રંગની થવા માંડે કે તુરત પાકને દાંતરડાથી વાઢી ખળામાં લાવી સુકવવો જેથી શીંગો ફાટી જવાથી થતુ નુકશાન નિવારી શકાય.

છોડ અને શીંગો સુકાયા બાદ થ્રેસર કે ટ્રેકટરથી મસળી દાણા છુટા પાડવા. દાણા સાફ કરી તેમાં ૮ થી ૧૦% ભેજ રહે ત્યાં સુધી સુકવ્યા બાદ ભેજ ન લાગે તેવી જગ્યાએ સંગ્રહ કરવો.