પાક સંરક્ષણ

સોયાબીનમાં આવતા મૂખ્ય રોગો અને તેનું નિયંત્રણ

ક્રમ

રોગનું નામ

નિયંત્રણ

ફાયટોપ્થોરા થી થતો મૂળનો કોહ્વારો

  • કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% વે.પા. ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ ઓગાળી રોગની શરૂઆત થયે છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.
  • મેટાલેક્ઝીલ ૮% + મેન્કોઝેબ ૬૪% વે.પા. નું તૈયાર મિશ્રણ ૧૦ લીટર પાણીમાં ૧૫ થી ૨૦ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો.

મૂળનો કોહ્વારો

  • બીજને વાવતા પહેલાં મેન્કોઝેબ દવાનો કિલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ બીજ માવજત આપીને વાવેતર કરવું.
  • ટ્રાઈકોડરમા હર્જીયાનમ અથવા ટ્રાઈકોડરમા વિરીડી ૨.૫ કિલો દેશી ખાતર સાથે ભેળવી જમીનમાં વાવતી વખતે ચાસમાં આપવું.

મોઝેક વાઇરસ

  • સમયાંતરે ખેતર માંથી રોગીસ્ટ છોડ ઉપાડી તેનો નાશ કરવો.
  • પાકનો ફેરબદલી અપનાવવી.
  • આ રોગ ચુસીયા પ્રકારની જીવાતોથી ફેલાતો હોય તેનું નિયંત્રણ કરવું.

ભુકીછારો

  • રોગની શરૂઆત થયે પાણીમાં દ્રાવ્ય ગંધક ૮૦% વે.પા. ૧૦ લીટર પાણીમાં ૨૫ (૦.૨%) ગ્રામ મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો. અથવા
  • હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫% ૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

સોયાબીનમાં આવતી મુખ્ય જીવાત અને તેનું નિયંત્રણ

ક્રમ

જીવાતનું નામ

નિયંત્રણ

લશ્કરી ઈયળ/ સેમીલુપર

  • પ્રકાશ પિંજર નો ઉપયોગ કરવો.
  • મોઝણી માટે ફેરોમન ટ્રેપ ૬ પ્રતિ હેક્ટર ગોઠવવા.
  • કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫  મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ગર્ડલ બીટલ

  • વાવણી સમયે કાર્બોફ્યુરાન ૩% (૨૦-૨૫ કિલો/હે) દાણાદાર દવા રેતી સાથે ભેળવી ચાસમાં આપવી.
  • કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫  મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

પાન કથીરી

  • કથીરીનાશક દવાઓ જેવીકે ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મી.લી. અથવા ડાયફેન્થુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૧૫ મી.લી. પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.