સોયાબીન મુખ્યત્વે કપાસ, બાજરી, તુવેર, હા. જુવાર, દિવેલા સાથે આંતરપાક તરીકે અનુકુળ છે, જેનાથી કુદરતી જોખમ ઘટે છે અને હેકટર દીઠ વધુ આવક મળે છે.
૧) કપાસ + સોયાબીન (૨:ર હાર) : કપાસમાં ૧૮૦ સે.મી. નાં અંતરે વાવેલ બે હાર વચ્ચે સોયાબીનની બે હારનું વાવેતર ફાયદાકારક માલુમ ૫ડેલ છે.
૨) બાજરી + સોયાબીન (૧:૧/૧:૨ હાર) : બાજરીનાં વાવેતર કરતા ખેડુતોએ ૬૦ સે.મી. નાં અંતરે વાવેલ બાજરીની બે હાર વચ્ચે એક હાર સોયાબીન અને ૯૦ સે.મી. નાં અંતરે વાવેલ બાજરીની બે હાર વચ્ચે સોયાબીનની બે હારનું વાવેતર ફાયદાકારક માલુમ ૫ડેલ છે.
૩) તુવેર + સોયાબીન (૧:૧/૧:ર હાર) : ૬૦ સે.મી.નાં અંતરે તુવેર પાકમાં એક હાર સોયાબીન તેમજ ૯૦ સે.મી. નાં અંતરે તુવેરનાં પાકમાં બે હાર સોયાબીનની વાવણી કરવી ફાયદાકારક છે.
૪) હા. જુવાર + સોયાબીન (૧:૧/૧:ર હાર) : ૬૦ સે.મી.નાં અંતરે વાવેલ હા. જુવારની બે હાર વચ્ચે એક હાર સોયાબીનની તેમજ ૯૦ સે.મી. નાં અંતરે વાવેલ હા. જુવારની બે હાર વચ્ચે બે હાર સોયાબીનનું વાવેતર કરવું ફાયદાકારક છે.
૫) દિવેલા + સોયાબીન (૧:૧/૧:ર હાર) : ૯૦ સે.મી.નાં અંતરે વાવેલ દિવેલાનાં પાકમાં એક હાર સોયાબીનનું વાવેતર નફાકારક માલુમ ૫ડેલ છે.