નિંદામણ નિયંત્રણ

શરૂઆતની અવસ્થામાં ૪૫ દિવસ સુધી પાકને નિંદામણ મુકત રાખવો ખાસ જરૂરી છે. પાકની વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ તેમજ હાથથી નિંદામણ કરવું. મજુરની અછત હોય તો વાવણી સમયે નિંદામણ નાશક દવાનો ઉ૫યોગ કરવો. પાકની વાવણી બાદ તુરંત એટલે કે પાક અને નિંદામણ ઉગ્યા પહેલા પેન્ડીમીથેલીન ૩૦ ઈસી + ઈમાંઝેથાપાયર ૨ ઇસી દવાનો ૮૦૦ ગ્રામ/હેકટરે  (૧૦ લી. પાણીમાં ૫૦ મી.લી. પ્રમાણે) છંટકાવ કરવાથી નિંદામણ ઉગતુ અટકાવી શકાય છે.