ખાતર વ્યવસ્થાપન

સોયાબીન એ કઠોળ વર્ગનો પાક હોય, જેની મુળ-ગંડીકાઓમાં રહેલ રાઈઝોબીયમ બેકટેરીયા હવામાનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી નાઈટ્રોજનયુક્ત ખાતરની ઓછી જરૂર પડે છે. જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવી ભલામણ મુજબ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તે શક્ય ન હોય તો ૧૦ ટન છાણીયું ખાતર તેમજ ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તત્વ (૬૫ કિલોગ્રામ ડીએપી અને ૯૧ કિલોગ્રામ એમોનીયમ સલ્ફેટ) હેકટરે જમીન તૈયાર કરતી વખતે આ૫વાથી સારૂ ઉત્પાદન મળે છે. ગંધકની ઉણ૫ ધરાવતી જમીનમાં હેકટરે ૫૦૦ કિલોગ્રામ જીપ્સમ આ૫વું.