બિયારણનો દર અને બીજ માવજત

સોયાબીન એકલા પાક તરીકે લેવાનો હોય તો હેકટરે બીયારણનો દર ૬૦ કિ.ગ્રા. રાખી વાવેતર કરવું, જયારે આંતરપાક માટે ૩૦ કિ.ગ્રા. દરની ભલામણ છે. સારા ઉગાવા તેમજ જમીન જન્ય રોગથી છોડને બચાવવા માટે એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ મેન્કોઝેબ દવાનો ૫ટ આ૫વો. ૨૫ કિ.ગ્રા. બીજ દીઠ ૨૫૦ ગ્રામ રાઈઝોબીયમ કલ્ચરની માવજત આ૫વી. ખાસ કરીને બીજ માવજત આપતી વખતે પ્રથમ ફૂગનાશક ત્યારબાદ જંતુનાશક અને છેલ્લે રાયઝોબેક્ટેરિયા એટલે કે જૈવિક ખાતરનો પટ આપવો.