જમીન અને જમીનની તૈયારી
સોયાબીન પાક વિવિધ પ્રકારની જમીનમાં થાય છે. સારા નિતારવાળી, ઉચા સેન્દ્રીય તત્વ ધરાવતી મધ્યમ થી વધુ કાળી જમીન ખુબ જ માફક છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન સોયાબીન પાકને અનુકુળ નથી.
પાકનાં ઉગાવા માટે એક સરખી ભરભરી જમીન જરૂરી છે. અગાઉનાં પાકનાં જડીયા વીણી ઉનાળામાં દાંતી - કરબની ખેડ કરી છાણીયુ ખાતર નાખી, સમાર મારી જમીનને સમતલ અને ભરીભરી બનાવી ચાસ નાખવા.
સોયાબીન