સોયાબીનમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

૧. ઉગસુકનો રોગ : રોગ નિયંત્રણ :
1. બીજને કેપ્ટાન ૭પ વે.પા. દવાનો કીલો બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ મુજબ પટ આપીનુ વાવેતર કરવું.
2. મેટાલેકઝીલ (૮%) + મેન્કોઝેબ (૬૪%) વે.પા. તૈયાર મીશ્રણ ૧૦ લીટર પાણીમાં ૧પ ગ્રામ મેળવી અસરગ્રસ્ત વિસ્તારમાં જમીનમાં પંપ માંથી નોઝલ કાઢી મુળ વિસ્તારમાં આપવું/રેડવું.
ર. રાઈઝોકટોનીયાથી થતો મૂળનો કોહવારો :
રોગ નિયંત્રણ :
1. બીજને વાવતા પહેલા કેપ્ટાન અથવા થાયરમ દવાની કીલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ બીજ માવજત આપીને વાવેતર કરવું.
2. પાકની ફેરબદલી કરવી તથા ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
3. ટ્રાયકોડર્મા હારજીએનમ અથવા ટ્રાયકોડર્મા વીરડી ર.પ કિલો દેશી ખાતર સાથે ભેળવી જમીનમા વાવતી વખતે ચાસમા આપવું.
૩. મોઝેક વાયરસ :
રોગ નિયંત્રણ :
1. સમયાંતરે ખેતરમાંથી રોગીસ્ટ છોડ ઉપાડી તેનો નાશ કરવો.
2. પાકની ફેરબદલી અપનાવવી.
3. આ રોગ ચુસીયા પ્રકારની જીવાતોથી ફેલાતો હોય તેનું નિયંત્રણ કરવું.