મેથીમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

ભૂકીછારો

નિયંત્રણ
1. રોગની શરૂઆત થાય કે તુરત જ ૩૦૦ મેશ ગંધકની ભૂકી હેકટરે ૧પ કિલો અથવા
2. દ્રાવ્ય ગંધક ૩૦ ગ્રામ/ ૧૦લિટર અથવા
3. હેકઝાકોનેઝોલ ૧૦ મિ.લી. / ૧૦ લિટર ના દ્રાવણના ર થી ૩ છંટકાવ કરવા.
સેન્દ્રીય ખેતી માટે લીમડાના મીંજનું દ્રાવણ પ ટકા મિશ્ર કરી રોગની શરૂઆત થાય કે તુરત પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

મૂળખાઈ
નિયંત્રણ
1. બીજને કાર્બેન્ડેઝીમ ૧ ગ્રામ અથવા થાયરમ ૩ ગ્રામ દવા પ્રતિ કિલો બીજ દિઠ માવજત આપવી.
2. પ૦૦ કિ.ગ્રા. ગળતિયુ ખાતર /રાયડાના ખોળમાં પ કિ.ગ્રા. ટ્રાઈકોડર્મા હારજેનીયમ ફૂગના બીજાણુનું મિશ્રણ કરી હેકટરે વાવણી સમયે ચાસમાં આપવુ.
3. ગુજરાતનું પ્રમાણિત બીજ વાપરવાનો ખાસ આગ્રહ રાખવો.