કાપણીઃ ડુંગળીનાં છોડના પાન પીળા પડીને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે કંદ તૈયાર થયા તેમ સમજવું. પરંતુ ચોમાસુ ડુંગળીમાં આ પ્રકારે પાન ઢળતા નથી તેથી પાક જયારે લગભગ પાંચ મહિનાનો થાય અને કંદનો વિકાસ બરાબર થયેલો લાગે ત્યારે કાપણી કરવી જોઈએ. આ વખતે ઉધી ખંપાળીથી સમાર મારી છોડનો ઉપરનો ભાગ પાડી દેવો. ત્યારબાદ અઠવાડીયા પછી હાથથી ડુંગળીનાં કંદ સહિત છોડ ખેંચી લેવા. ડુંગળી કાઢતી વખતે પાથરા એ રીતે કરવા કે આગળના પાથરાના કંદ પાછળના પાંદડાથી ઢંકાય જાય. આ રીતે ખુલ્લી જગ્યામાં ૧૦ થી ૧પ દિવસ રાખવા, ત્યારબાદ ર થી ર.પ સે.મી. ડીંટ રાખી બીટણી કરીને ખુલ્લી જગ્યામાં બનાવેલ છાપરામાં અથવા ઓરડામાં સંગ્રહ કરવો.
ઉત્પાદન : ચોમાસુ ડુંગળીમાં હેકટરે સરેરાશ રપ થી ૩૦ ટન જયારે શિયાળુ ડુંગળીમાં ૪૦ થી પ૦ ટન જેટલુ ઉત્પાદન મળે છે.