આંતરખેડ અને નિંદામણ
ડુંગળીનુ વાવેતર ટુંકા અંતરે થતુ હોવાથી આંતરખેડ શકય નથી. પરંતુ ર થી ૩ વખત હાથ નિંદામણ કરવુ. પરંતુ જયા નિંદામણ ખૂબજ રહેતું હોય અને મજુરોની અછત હોય તેવા સંજોગોમાં રાસાયણીક રીતે નિંદામણ નિયંત્રણ અસરકારક રહે છે. આ માટે ફલ્યુકલોરાલીન (બાસાલીન) ૪૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ફેરરોપણીના સાત દિવસ પહેલા જમીનમાં છંટકાવ કરવો એટલે કે એક હેકટરે ર લીટર દવા પ૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો એક માસ બાદ ૧ થી ર વખત હાથ નિંદામણ કરવું અથવા પેન્ડીમીથાલીન ૩૦ ટકા ઈ.સી. ૪૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ફેરરોપણીના ૩૬ કલાકમાં જમીનમાં છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૩૦ દિવસે કવીઝાલોફોપ ઈથાઈલ પ ટકા ઈ.સી.૧ર.પ થી ૧૭.પ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ડુંગળી