પિયત વ્યવસ્થાપન

 ડુંગળીને ફેરરોપણી પછી પહેલુ પિયત તૂરત જ આપવુ. ત્‍યારબાદ બીજુ પિયત ચોથા દિવસે આપવું. ચોમાસા દરમ્‍યાન જરૂરીયાત જણાય ત્‍યારે પિયત આપવું,  જયારે શિયાળુ ઋતુમાં જમીનના પ્રકાર અને હવામાનને ઘ્‍યાનમાં રાખી  ૮ થી ૧૦  દિવસના અંતરે પિયત આપવું. ડુંગળીના કંદના વિકાસના તબકકાએ પાણીની ખેંચ  ન પડે તેની કાળજી રાખવી. સરેરાશ ૧પ થી ર૦ પિયતની જરૂરીયાત રહે છે.