ફેરરોપણી પહેલા જમીનમાં હેકટરે ર૦ થી રપ ટન સારું કોહવાયેલું છાંણીયુ ખાતર આપવું તેમજ હેકટરે ૩૭.પ કિલો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ તથા પ૦ કિલો પોટાશ તત્વના રૂપમાં પાયાના ખાતર તરીકે આપવું (એટલે કે ૧૩૯ કિ.ગ્રા. ડી.એ.પી., ૩૦ કિ.ગ્રા. યુરીયા અને ૮૬ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ આપવું). ત્યારબાદ પાક જયારે એક મહીનાનો થાય ત્યારે હેકટરે ૩૭.પ કિલો નાઈટ્રોજન તત્વ ના રૂપમાં પૂરક ખાતર તરીકે આપવું (એટલે કે ૧૮૮ કિ.ગ્રા. અમોનિયમ સલ્ફેટ આપવું ). કંદનું વધુ ઉત્પાદન મેળવવા માટે ર૦ કિ.ગ્રા. ગંધક પ્રતિ હેકટરે ફોસ્ફો જીપ્સમના રૂપમાં ફેરરોપણી સમયે આપવો અથવા ફેરરોપણી પહેલા ર૦ થી રપ દિવસ અગાઉ એલીમેન્ટલ સલ્ફરના રૂપમાં આપવો. ચોમાસુ ડુંગળીમાં હેકટરે ૧૦૦ કિલો નાઈટ્રોજન, પ૦ કિલો ફોસ્ફરસ તથા પ૦ કિલો પોટાશ તત્વના રૂપમાં આપવું
ઉપરોકત ભલામણ કરેલ રાસાયણીક ખાતર ઉપરાંત ૧૯:૧૯:૧૯ ના.ફો.પો. કિ.ગ્રા પ્રતિ હેકટર ૦.પ % પ્રમાણે ફેરરોપણી બાદ ૩૦, ૪પ અને ૬૦ દિવસે પાન પર છંટકાવ કરવાથી કંદનું મહતમ ઉત્પાદન મળે છે.