ધરૂ ઉછેર
ચોમાસુ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરૂ મેળવવા માટે ડુંગળીના ગાદી કયારાને ઉનાળે પાણી આપી પછી રપ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ.) પ્લાસ્ટીકથી ઢાંકવા. ખરીફ ઋતુમાં ડુંગળીના બીજને થાયરમ ૭પ ટકા એસ.ડી. ની ૩ ગ્રામ / કિ.ગ્રા પ્રમાણે બીજ માવજત આપી વાવવા, ધરૂ ઉગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭પ ટકા વે.પા. ૦.ર ટકા (ર૭ ગ્રામ / ૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. ૦.૧ ટકા (ર૦ ગ્રામ / ૧૦ લિટર પાણી) અથવા ટ્રાઈકોડર્મા હરજીનીયમ ૦.પ ટકાના (પ૦ ગ્રામ / ૧૦ લિટર પાણી) ફવણથી ૩ લિટર / ચોરસ મીટર પ્રમાણે નિતારવા.
એક હેકટરના વાવેતર માટે ૪ થી ૪.પ ગુંઠા જેટલી જમીન ધરૂ ઉછેર માટે પૂરતી છે. આ જમીનમાં બે ટન છાણીયું ખાતર ભેળવી ૩ થી ૪ મીટર લાંબા , ૧ થી ૧.રપ મીટર પહોળા અને ૧પ સે.મી. ઉંચાઈના ગાદી કયારા બનાવવા. આ કયારામાં ૪ થી પ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૩ થી ૪ કિ.ગ્રા. યુરિયા પુંખીને જમીનમાં આપવું. બીજ વાવતા પહેલા એક કીલો બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ દવાનો પટ આપવો. ગાદીકયારામાં બે હાર વચ્ચે ૭.પ સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું. વાવેતર બાદ ઝારાથી નિયમિત પિયત આપવુ તથા નિંદામણ કરતા રહેવું. બીજના ઉગાવા બાદ ૧પ થી ર૦ દિવસ પછી ૧૦ કિ.ગ્રા એમોનિયમ સલ્ફેટ આપવું.
ડુંગળી