જમીન અને આબોહવા

આબોહવા :  સામાન્‍ય રીતે પાકની શરૂઆતની અવસ્‍થામાં ઠંડુ, ભેજ રહિત હવામાન ખૂબજ માફક આવે છે. પરંતુ કંદ તૈયાર થતી વખતે ગરમ અને સુકુ હવામાન  તથા લાંબા દિવસોની ખાસ જરૂર રહે છે. પાકની અવસ્‍થા દરમ્‍યાન ભેજવાળુ અને વાદળ છવાયેલું હવામાન રહેવાથી પાકમાં જીવાત તથા રોગનો ઉપદ્રવ વધુ રહે છે. 

 

જમીન : ડુંગળીના પાકને પોટાશતત્‍વ ધરાવતી મઘ્‍યમ કાળી , ભરભરી જમીન વધુ અનુકુળ આવે છે. પરંતુ ભારેકાળી, ચીકણી, નબળા નિતારવાળી તથા એસીડીક જમીન આ પાકને વધુ માફક આવતી નથી.