ડુંગળીની ખેતી
| હવામાન | સામાન્ય રીતે પાકની શરૂઆતની અવસ્થામાં ઠંડુ, ભેજ રહિત હવામાન ખૂબજ માફક આવે છે. પરંતુ કંદ તૈયાર થતી વખતે ગરમ અને સુકુ હવામાન તથા લાંબા દિવસોની ખાસ જરૂર રહે છે. પાકની અવસ્થા દરમ્યાન ભેજવાળુ અને વાદળ છવાયેલું હવામાન રહેવાથી પાકમાં જીવાત તથા રોગનો ઉપદ્રવ વધુ રહે છે. | |||||||||
| જમીન | ડુંગળીના પાકને પોટાશતત્વ ધરાવતી મઘ્યમ કાળી , ભરભરી જમીન વધુ અનુકુળ આવે છે. પરંતુ ભારેકાળી, ચીકણી, નબળા નિતારવાળી તથા એસીડીક જમીન આ પાકને વધુ માફક આવતી નથી. | |||||||||
| સુધારેલી જાતો | ચોમાસું ડુંગળીની જાતો : નાસિક-પ૩, એગ્રી ફાઉન્ડ ડાર્ક રેડ, ભીમા સુપર, ભીમા રેડ, ભીમા રાજ અને અર્કા કલ્યાણ. હાઈબ્રીડ જાતો : બીજો શિતલ, સેમનીશ, સનસીડ, મહિકો વગેરે પ્રાઈવેટ કંપનીઓએ હાઈબ્રીડ જાતો વિકસાવેલ છે. શિયાળુ ડુંગળીની જાતો સફેદ જાતો : ગુજરાત સફેદ ડુંગળી-૧, ગુજરાત આણંદ સફેદ ડુંગળી-ર, ગુજરાત જૂનાગઢ સફેદ ડુંગળી-૩ અને મહુવા સફેદ (સ્થાનિક જાત) લાલ જાતો : એગ્રી ફાઉન્ડ લાઈટ રેડ, ભીમા શકિત, પીળીપતી (સ્થાનિક જાત), તળાજા લાલ (સ્થાનિક જાત), ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-૧૧ હાઈબ્રીડ જાતો : મર્સિડીઝ, કાઉઝર, કોલીના, લીન્ડાવીસ્તા, માતાહરી, ક્રિસ્ટલ, ઓરીયન્ટ, લીબર્ટી, રોસીતા, નિકીતા, કોમેટો, તાના એફ-૧, એકસ કેલીબર, અરદ વગેરે |
|||||||||
| વાવેતર સમય : |
|
|||||||||
| બીજનો દર : | ડુંગળીના એક હેકટરના વાવેતર માટે ૮ થી ૧૦ કિ.ગ્રા. બીજની જરૂરીયાત રહે છે. | |||||||||
| ધરૂ ઉછેરઃ | ચોમાસુ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરૂ મેળવવા માટે ડુંગળીના ગાદી કયારાને ઉનાળે પાણી આપી પછી રપ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ.) પ્લાસ્ટીકથી ઢાંકવા. ખરીફ ઋતુમાં ડુંગળીના બીજને થાયરમ ૭પ ટકા એસ.ડી. ની ૩ ગ્રામ / કિ.ગ્રા પ્રમાણે બીજ માવજત આપી વાવવા, ધરૂ ઉગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭પ ટકા વે.પા. ૦.ર ટકા (ર૭ ગ્રામ / ૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. ૦.૧ ટકા (ર૦ ગ્રામ / ૧૦ લિટર પાણી) અથવા ટ્રાઈકોડર્મા હરજીનીયમ ૦.પ ટકાના (પ૦ ગ્રામ / ૧૦ લિટર પાણી) ફવણથી ૩ લિટર / ચોરસ મીટર પ્રમાણે નિતારવા. એક હેકટરના વાવેતર માટે ૪ થી ૪.પ ગુંઠા જેટલી જમીન ધરૂ ઉછેર માટે પૂરતી છે. આ જમીનમાં બે ટન છાણીયું ખાતર ભેળવી ૩ થી ૪ મીટર લાંબા , ૧ થી ૧.રપ મીટર પહોળા અને ૧પ સે.મી. ઉંચાઈના ગાદી કયારા બનાવવા. આ કયારામાં ૪ થી પ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૩ થી ૪ કિ.ગ્રા. યુરિયા પુંખીને જમીનમાં આપવું. બીજ વાવતા પહેલા એક કીલો બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ દવાનો પટ આપવો. ગાદીકયારામાં બે હાર વચ્ચે ૭.પ સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું. વાવેતર બાદ ઝારાથી નિયમિત પિયત આપવુ તથા નિંદામણ કરતા રહેવું. બીજના ઉગાવા બાદ ૧પ થી ર૦ દિવસ પછી ૧૦ કિ.ગ્રા એમોનિયમ સલ્ફેટ આપવું. |
|||||||||
| ફેરરોપણી : | ધરૂ જયારે ૬ થી ૭ અઠવાડીયાનું થાય ત્યારે અગાઉથી તૈયાર કરેલ કયારામાં ૧૦ × ૧૦ સે.મી.ના અથવા તો ૧પ × ૧૦ સે.મી.ના અંતરે ફેરરોપણી કરવી. | |||||||||
| ખાતરઃ | ફેરરોપણી પહેલા જમીનમાં હેકટરે ર૦ થી રપ ટન સારું કોહવાયેલું છાંણીયુ ખાતર આપવું તેમજ હેકટરે ૩૭.પ કિલો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ તથા પ૦ કિલો પોટાશ તત્વના રૂપમાં પાયાના ખાતર તરીકે આપવું (એટલે કે ૧૩૯ કિ.ગ્રા. ડી.એ.પી., ૩૦ કિ.ગ્રા. યુરીયા અને ૮૬ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ આપવું). ત્યારબાદ પાક જયારે એક મહીનાનો થાય ત્યારે હેકટરે ૩૭.પ કિલો નાઈટ્રોજન તત્વ ના રૂપમાં પૂરક ખાતર તરીકે આપવું (એટલે કે ૧૮૮ કિ.ગ્રા. અમોનિયમ સલ્ફેટ આપવું ). કંદનું વધુ ઉત્પાદન મેળવવા માટે ર૦ કિ.ગ્રા. ગંધક પ્રતિ હેકટરે ફોસ્ફો જીપ્સમના રૂપમાં ફેરરોપણી સમયે આપવો અથવા ફેરરોપણી પહેલા ર૦ થી રપ દિવસ અગાઉ એલીમેન્ટલ સલ્ફરના રૂપમાં આપવો. ચોમાસુ ડુંગળીમાં હેકટરે ૧૦૦ કિલો નાઈટ્રોજન, પ૦ કિલો ફોસ્ફરસ તથા પ૦ કિલો પોટાશ તત્વના રૂપમાં આપવું
ઉપરોકત ભલામણ કરેલ રાસાયણીક ખાતર ઉપરાંત ૧૯:૧૯:૧૯ ના.ફો.પો. કિ.ગ્રા પ્રતિ હેકટર ૦.પ % પ્રમાણે ફેરરોપણી બાદ ૩૦, ૪પ અને ૬૦ દિવસે પાન પર છંટકાવ કરવાથી કંદનું મહતમ ઉત્પાદન મળે છે. |
|||||||||
| પિયત : | ડુંગળીને ફેરરોપણી પછી પહેલુ પિયત તૂરત જ આપવુ. ત્યારબાદ બીજુ પિયત ચોથા દિવસે આપવું. ચોમાસા દરમ્યાન જરૂરીયાત જણાય ત્યારે પિયત આપવું, જયારે શિયાળુ ઋતુમાં જમીનના પ્રકાર અને હવામાનને ઘ્યાનમાં રાખી ૮ થી ૧૦ દિવસના અંતરે પિયત આપવું. ડુંગળીના કંદના વિકાસના તબકકાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી. સરેરાશ ૧પ થી ર૦ પિયતની જરૂરીયાત રહે છે. | |||||||||
| આંતરખેડ અને નિંદામણ : | ડુંગળીનુ વાવેતર ટુંકા અંતરે થતુ હોવાથી આંતરખેડ શકય નથી. પરંતુ ર થી ૩ વખત હાથ નિંદામણ કરવુ. પરંતુ જયા નિંદામણ ખૂબજ રહેતું હોય અને મજુરોની અછત હોય તેવા સંજોગોમાં રાસાયણીક રીતે નિંદામણ નિયંત્રણ અસરકારક રહે છે. આ માટે ફલ્યુકલોરાલીન (બાસાલીન) ૪૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ફેરરોપણીના સાત દિવસ પહેલા જમીનમાં છંટકાવ કરવો એટલે કે એક હેકટરે ર લીટર દવા પ૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો એક માસ બાદ ૧ થી ર વખત હાથ નિંદામણ કરવું અથવા પેન્ડીમીથાલીન ૩૦ ટકા ઈ.સી. ૪૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ફેરરોપણીના ૩૬ કલાકમાં જમીનમાં છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૩૦ દિવસે કવીઝાલોફોપ ઈથાઈલ પ ટકા ઈ.સી.૧ર.પ થી ૧૭.પ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. | |||||||||
| પાછલી માવજત : | કાંદાની ડુંગળીના પાકમાં મોગરા જોવા મળે એટલે તૂરત જ મોગરા ભાંગી નાખવા. મોગરાને કારણે કાંદાની ગુણવતતા નબળી પડતી હોવાથી અવાર નવાર નિયમિત મોગરા ભાંગતા રહેવું. | |||||||||
| કાપણી : | ડુંગળીનાં છોડના પાન પીળા પડીને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે કંદ તૈયાર થયા તેમ સમજવું. પરંતુ ચોમાસુ ડુંગળીમાં આ પ્રકારે પાન ઢળતા નથી તેથી પાક જયારે લગભગ પાંચ મહિનાનો થાય અને કંદનો વિકાસ બરાબર થયેલો લાગે ત્યારે કાપણી કરવી જોઈએ. આ વખતે ઉધી ખંપાળીથી સમાર મારી છોડનો ઉપરનો ભાગ પાડી દેવો. ત્યારબાદ અઠવાડીયા પછી હાથથી ડુંગળીનાં કંદ સહિત છોડ ખેંચી લેવા. ડુંગળી કાઢતી વખતે પાથરા એ રીતે કરવા કે આગળના પાથરાના કંદ પાછળના પાંદડાથી ઢંકાય જાય. આ રીતે ખુલ્લી જગ્યામાં ૧૦ થી ૧પ દિવસ રાખવા, ત્યારબાદ ર થી ર.પ સે.મી. ડીંટ રાખી બીટણી કરીને ખુલ્લી જગ્યામાં બનાવેલ છાપરામાં અથવા ઓરડામાં સંગ્રહ કરવો. | |||||||||
| ઉત્પાદન : | ચોમાસુ ડુંગળીમાં હેકટરે સરેરાશ રપ થી ૩૦ ટન જયારે શિયાળુ ડુંગળીમાં ૪૦ થી પ૦ ટન જેટલુ ઉત્પાદન મળે છે. | |||||||||
| સંગ્રહઃ | ચાર મહીનાથી વધુ ડુંગળીનો સંગ્રહ કરવા માટે ફોર્સડ એરવેન્ટીલેટેડ સ્ટોરેજ સ્ટ્રકચરનો ઉપયોગ કરવો. |
ડુંગળી