૧) નબળી ગુણવતા વાળા પાણીથી ડુંગળીનું વાવેતર માટે આવરણની ભલામણ
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તરના દરીયાકાંઠાની ખારી જમીનમાં રવી સીઝનમાં નબળી ગુણવતા વાળા પાણીથી ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને સલાહ આ૫વામાં આવે છે કે ડુંગળી રોપ્યા બાદ ૧૫ થી ર૦ દિવસ બાજરીના ઢુંસાનું આવરણ ૫ ટન/હેકટર કયારામાં પાથરવાથી વધુ ચોખ્ખું વળતર મળે છે.
ર) ખારા પાણીથી ડુંગળી વાવતા ખેડુતો માટે પોષક વ્યવસ્થા૫ન ભલામણ
આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકિય વિસ્તારમાં ખારા પાણીથી (ઈ.સી. ૬.૦૦ ડે.સા./મી.) પિયત કરતા સફેદ ડુંગળી ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો ડોઝ (૭૫ કિલો નાઈટ્રોજન + ૬૦ કિલો ફોસ્ફરસ) ઉ૫રાંત છાણીયું ખાતર ર૦ ટન સાથે ૧૦૦ કીલો પોટાશ પ્રતિ હેકટરે આ૫વુ અથવા છાણીયું ખાતર ર૦ ટન /હે + જીપ્સમ ૭ ટન/હે (૫૦ ટકા જી.આર)ની સાથે 75 કિ.ગા્ર. પોટાશ/હે આ૫વાથી વધારે ઉત્પાદન અને વધુ આવક મળે છે.
ડુંગળી ની ભલામણો
ડુંગળી