લસણનો પાક આશરે ૧૩૦ થી ૧૩પ દિવસે તૈયાર થાય છે. લસણના પાનની ટોચનો ભાગ સૂકાયને બદામી રંગનો થાય અને જમીન તરફ ઢળે ત્યારે માનવું કે લસણના દડા કાપણી માટે તૈયાર થઈ ગયેલ છે. આ સમયે કળીયાની રાંપ વડે કંદને ઈજા ન પહોંચે તે રીતે રાંપ ચલાવીને લસણને પાન સાથે ઉપાડવું. ત્યારબાદ તેની નાની નાની જુડીઓ બનાવીને હારમાં બે દિવસ સુધી ખેતરમાં રાખી પછી જુડીઓને છાંયાવાળી જગ્યામાં લઈ ગયા પછી પાસે પાસે ઉભી ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ લસણના કંદ ઢંકાઈ જાય તે રીતે ફરતે માટીનો થર ચડાવવામાં આવે છે. આ રીતે ર૦ થી રપ દિવસ રાખ્યા પછી ડીંટનો ભાગ ર.પ થી ૩ સે.મી. રહેવા દઈ પાનનો ઉપરનો ભાગ કાપી નાંખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ લસણના ગાંઠીયાને આછા શણનાં કોથળામાં ભરી હવાની અવર-જવરમાં ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે.
કાપણી અને સંગ્રહ
લસણ